શહેરમાં ગુરુપ્રસાદ ચોક પાસે રહેતી પરિણીતાને ધોરાજી રહેતા પ્રથમ પતિ સાથે મનમેળ ન થતાં છૂટાછેડા લીધા બાદ રાજકોટમાં ઘરસંસાર માંડ્યો હતો, પણ તેને અન્ય સ્રીઓ સાથે લફરા હોય જેથી મારકૂટ કરી હેરાન કરતો હોય અને ઘર છોડીને ચાલ્યો જતો હોય. જેની પોલીસમાં ફરિયાદ કરતાં તે અન્ય સ્ત્રી સાથે નાસી ગયાનું બહાર આવતા તેને મહિલા પોલીસમાં પતિ, સાસુ અને સસરા સામે ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરતા મહિલા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. ગુરુપ્રસાદ ચોક પાસે જૂની પપૈયાવાડીમાં રહેતા હર્ષિદાબેન રાજુભાઇ વરણએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે તેનો પતિ રાજુ, સાસુ રમીલાબેન અને સસરા ધનજીભાઇ બધાભાઇ વરણના નામો આપ્યા હતા.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પ્રથમ લગ્ન ધોરાજીમાં રહેતા રમેશભાઇ સોંદરવા સાથે થયા હતા. જેમાં એક પુત્ર હોવાનું અને તે પ્રથમ પતિ સાથે રહે છે. બાદમાં તેની સાથે મનમેળ ન હોય છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા લીધા બાદ તે તેના પિતાના ઘેર રાજકોટ રહેતી હોય અને બાજુમાં રહેતા રાજુ સાથે પ્રેમસંબંધ હોય બન્ને પતિ-પત્ની તરીકે રહેતા હતા. બાદમાં બન્નેએ મંદિરમાં લગ્ન કરી લીધા હતા. તે દરમિયાન તેને પુત્રનો જન્મ થયો હતો. બાદમાં તેને જાણ થઇ હતી કે તેના પતિને અન્ય કોઇ સ્ત્રી સાથે અફેર હોય જેથી તેને વાત કરતાં તેનો પતિ અવારનવાર મારકૂટ કરી ઘર છોડીને ચાલ્યો જતો હતો.
બાદમાં ઘેર આવી જતા હતો. બે માસ પહેલાં તેનો પતિ ઝઘડો કરી નાસી જતા તે તેની સાસુના ઘેર શોધવા માટે ગઇ હતી ત્યારે સાસુ રમાબેન એ અહીં કેમ આવી કહી મારકૂટ કરી હતી અને સસરાએ ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં તા.3-9ના રોજ તેના પતિ સસરાના ઘેરથી જતા રહ્યા હોય સાસુએ ફરિયાદ કરતા પોલીસે તપાસ કરતા સાધુ વાસવાણી રોડ પર રહેતી માધવી નામની મહિલા સાથે રાજુ લાપતા થયાનું બહાર આવ્યું હતું. મહિલા પોલીસ મથકના એએસઆઇ સાવલિયા સહિતે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.