રાજકોટમાં નવરાત્રિ માટે ફાયર વિભાગે નવી ગાઈડલાઈન જાહેર કરી

રાજકોટનાં કાલાવડ રોડ પાસે સર્જાયેલા TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ મનપા તંત્ર સતર્ક છે. અને કોઈપણ નવું જોખમ લેવા માંગતું નથી. જેને લઈને રાજકોટમાં નવરાત્રિનાં આયોજન માટે ફાયર વિભાગે નવા નિયમો જાહેર કર્યા છે. જેમાં 30 જેટલાં નિયમોનું ફરજિયાત પાલન કરવા આદેશ કરવામાં આવ્યો છે. નવરાત્રિનાં તહેવારોમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે મનપા દ્વારા આ નિયમોનું પાલન કરાવવામાં આવશે. જેમાં વન-ડેનાં દાંડિયા રાસ માટે પણ તમામ નિયમો ફરજિયાત કરવામાં આવ્યા છે. અગાઉ જન્માષ્ટમીનાં તહેવારોમાં રાઇડ્સને લઈને કડક નિયમો કરવામાં આવતા ભારે હોબાળો થયો હતો. ત્યારે હવે નવરાત્રિનાં આયોજકો માટે કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેનાં જણાવ્યાં અનુસાર, રાજકોટ મનપાનાં વિસ્તારમાં નવરાત્રિનાં બધા આયોજનો સુરક્ષિત માહોલમાં થાય તે માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં જુદી-જુદી જોગવાઈ આપવામાં આવી છે. આયોજકોએ આ તમામનું પાલન કરવાનું રહેશે. અને તેનું સોગંદનામું 4 નકલમાં મનપાને અને એક નકલ પોલીસને આપવાની રહેશે. ત્યાર બાદ આગળની કાર્યવાહી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવશે. અમારી ટીમો પણ સમયાંતરે ચકાસણી કરશે. અને ફાયર સહિતનો જરૂરી સ્ટાફ પણ તૈનાત રાખવામાં આવશે. કોઈપણ દુર્ઘટના ન બને તે માટે આ વર્ષે અમુક વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. જેથી સુરક્ષિત નવરાત્રિનું આયોજન કરી શકાય. આ તમામ નિયમો વનડે રાસનું આયોજન કરનારાએ પણ પાળવા જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *