રાજકોટમાં બે દિવસમાં અઢી ઈંચ વરસાદ

રાજકોટ શહેરમાં મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી હોય તેમ છેલ્લાં 2 દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. બુધવારે રાત્રિ બાદ ગુરુવારે રાત્રે પણ વરસાદ વરસ્યો હતો. જે વહેલી સવાર સુધી ચાલુ રહ્યો હતો. બુધવારે રાત્રિ દરમિયાન 1 ઇંચ તો ગુરુવારે રાત્રિ દરમિયાન દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હોવાના આંકડા ફાયર બ્રિગેડ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં મોસમનો કુલ વરસાદ એવરેજ 50 ઇંચથી વધુ નોંધાઈ ચૂક્યો છે. જેમાં સૌથી વધુ સેન્ટ્રલ ઝોનમાં 51.16 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ગુરુવારે રાત્રે સેન્ટ્રલ ઝોનમાં 35 મીમી, વેસ્ટ ઝોનમાં 28 અને ઈસ્ટ ઝોનમાં 34 મીમી વરસાદ પડ્યો છે.

રાજકોટમાં તાજેતરમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું અને નદી-નાળા તેમજ ડેમ છલકાઈ ગયા હતા. ત્યારે રાજકોટ શહેરમાં બુધવારે રાત્રે 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેમાં ઈસ્ટ ઝોનમાં સૌથી વધુ 23 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 20 તો વેસ્ટ ઝોનમાં 12 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે ગુરુવારે રાત્રે સેન્ટ્રલ ઝોન અને ઈસ્ટ ઝોનમાં દોઢ ઈંચ તો વેસ્ટ ઝોનમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *