LRD ભરતી: 12,733 ઉમેદવારો માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો તખતો તૈયાર

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડર (2025-26)ની જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અંતર્ગત વિવિધ કેડરની કુલ 12,733 જગ્યાઓ માટે પ્રથમ તબક્કાની દસ્તાવેજ ચકાસણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ પ્રક્રિયા 30 સપ્ટેમ્બરથી 13 ઓક્ટોબર, 2026 દરમિયાન અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર અને ગાંધીનગર ખાતે યોજાશે.

દસ્તાવેજ ચકાસણી દરમિયાન ઉમેદવારોના ઓળખપત્ર, શૈક્ષણિક પ્રમાણપત્રો, અનામત કેટેગરી સંબંધિત દસ્તાવેજો તેમજ વધારાના ગુણ મેળવવા અંગેના પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી માટેના કોલલેટર OJAS વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાના રહેશે.

Preference Formમાં પસંદગીનો ક્રમ આપવો પડશે
દસ્તાવેજ ચકાસણી દરમિયાન ઉમેદવારોએ Preference Formમાં પોતાની પસંદગીનો ક્રમ નોંધાવવાનો રહેશે. તેમાં ક્રમશઃ (1) બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ, (2) હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, (3) જેલ સિપાઈ અને (4) હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-SRPF (માત્ર પુરુષ)નો સમાવેશ થાય છે.

દસ્તાવેજ ચકાસણી પૂર્ણ થયા બાદ ઉમેદવારો દ્વારા ભરવામાં આવેલા Preference Form અને અન્ય પ્રક્રિયાના આધારે સંવર્ગ પસંદગીની Final યાદી તૈયાર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *