સમગ્ર ભારતમાં 1200થી વધુ શાખા ધરાવતા સૌથી વિશાળ કલાકાર સંગઠન સંસ્કાર ભારતી દ્વારા કલાના સંવર્ધન અને રાષ્ટ્રભક્તિના પ્રચાર પ્રસારનું કામ છેલ્લા 43 વર્ષથી થઈ રહ્યું છે. વર્તમાન સમયમાં જ્યારે ચોમેર પાશ્ચાત્ય સંસ્કૃતિનું આક્રમણ થઈ રહ્યું છે ત્યારે પોતાની કલા સાધના દ્વારા ભારતીય મૂલ્યોને જાળવી રાખવાનું કામ કરતા કલાસાધકોને બિરદાવા માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા 22 સપ્ટેમ્બર, 2024ના રોજ સંસ્કાર ભારતીના કલા સાધકોને રાજભવન ખાતે આમંત્રણ આપી તેમની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સાથોસાથ વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગ, જંતુનાશક દવાઓથી તૈયાર થયેલા કૃષિ ઉત્પાદનોના ઉપયોગથી સામાન્ય નાગરિકોનું સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યું છે.