રાજકોટમાં શિક્ષણના નામે લાલિયાવાડી ચાલતી હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં શહેરના કાલાવડ રોડ ઉપર આવેલી SNSD સ્કૂલ દ્વારા શિક્ષણ વિભાગની મંજૂરી વિના સ્થળ ફેરફાર કરી શાળા હરીપર ગામે સ્થળાંતરિત કરી દેવામાં આવી હતી પરંતુ, અઢી વર્ષ પહેલાનો આ સ્થળ ફેરફાર છેક બે વર્ષે એટલે કે આજથી છ મહિના પહેલા ધ્યાને આવ્યો હતો. જે બાદ નોટિસ અને થયેલી તપાસમાં સ્કૂલની બેદરકારી હોવાનું ખુલતા રૂ.1 લાખનો દંડ ફટ કરવામાં આવ્યો છે અને સ્કૂલ બંધ કરવા માટે વડી કચેરીએ ભલામણ કરવામાં આવી છે.
14 વર્ષથી ભાડાના બિલ્ડીંગમાં SNSD સ્કૂલ કાર્યરત હતી રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તાજેતરમાં નિયમોનું ઉલ્લંઘન કરતી ખાનગી શાળાઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષીત પટેલે જણાવ્યુ હતુ કે, કાલાવાડ રોડ પર છેલ્લા 14 વર્ષથી ભાડાના બિલ્ડીંગમાં SNSD સ્કૂલ કાર્યરત હતી. 6 મહિના પહેલા જ્યારે આ બાબતે અને આવી ત્યારે ત્યાં 30 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. જોકે હવે ત્યાં 8 વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે, જેમને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
SNSD સ્કૂલના સંચાલકોને રૂ.1 લાખ સુધીનો દંડ સંચાલકો દ્વારા અઢી વર્ષ પહેલા અત્રેની કચેરીએથી કોઈ પણ પ્રકારની સ્થળ ફેરફાર કરવા અંગેની મંજુરી લીધા વગર જ શાળાને હરિપર ગામે સ્થળાંતરીત કરવામાં આવી હતી. જોકે આ બાબત 6 મહિના પહેલા ધ્યાને આવી અને ત્યારબાદ તાત્કાલિક ધોરણે એક તપાસ કમિટીની રચના કર્યા થઈ. જ્યાં SNSD શાળાના સંચાલકો પાસે કોઈ પણ પ્રકારની સ્થળ ફેરફાર હોવાના કાગળીયા મળી ન આવ્યા હોવાનો રિપોર્ટ કમિટી દ્વારા કરવામાં આવ્યો હતો. જેથી હવે DEO કચેરી દ્વારા SNSD સ્કૂલના સંચાલકોને રૂ.1 લાખ સુધીનો દંડ અને આ શાળા બંધ કરવા અંગે ગાધીનગર શિક્ષણ વિભાગમાં ભલામણ કરવામાં આવી છે.