એ-ડિવીઝન પોલીસે લોહાનગર મફતીયાપરા ગુરૂકુળ સામે રહેતાં જયશ્રીબેન ભોજાભાઇ વઢીયારા (ઉ.વ.39)ની ફરિયાદ પરથી એક્સેસ ટુવ્હીલર નં. જીજે.03.એમજે.7916ના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જયશ્રીબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે શાકભાજી વેંચી પરિવારને મદદરૂપ થાય છે. ગત તા.02.12.2025ના રોજ તેની 16 વર્ષની દિકરી ગોંડલ રોડ પૂલ ઉતરતાં મક્કમ ચોક તરફ જતાં રસ્તા પર રંગોલી કોમ્પલેક્ષ પાસેના રસ્તા પર ડિવાઇડર પાસે રસ્તો ઓળંગતા હતાં ત્યારે એક્સેસના ચાલકે તેની દિકરીને ઠોકરે ચડાવી દીધી હતી.
પોલીસે ગુનો નોંધી વાહનચાલકની શોધખોળ હાથ ધરી અકસ્માત સર્જી તે ભાગી ગયો હતો પરંતુ, તેની નંબર પ્લેટ નીકળીને જયશ્રીબેનની સાડીમાં ફસાઇ ગઇ હતી. અકસ્માતમાં દીકરીને ડાબા પગે ગોઠણની ઘુંટી સુધીના ભાગે ગંભીર ઇજા પહોંચી હોઇ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. અહી ડોક્ટરે તેને પગમાં ફ્રેકચર થઇ ગયાનું અને ઓપરેશન કરવું પડશે તેમ જણાવ્યું હતું. બાદમાં નંદનીનું ડોક્ટરે ઓપરેશન કરી પગમાં સળીયો બેસાડયો હતો. હાલ એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.
બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત ફિરોઝભાઈ મુંગરભાઈ સોરા (ઉં.વ.46) એ આજે વહેલી સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પરિવારને જાણ થતા 108માં જાણ કરાઈ હતી જે બાદ 108ના ઇએમટીએ ફિરોઝભાઈને તપાસી મૃત જાહેર કર્યાં હતા અને બી.ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. ફિરોઝભાઈ 8 ભાઈ નાના હતા અને તેમને સંતાનમાં 2 દીકરી અને 1 દીકરો છે. તેઓ પોતે મજૂરી કામ કરતા હતા અને માનસિક બીમારી અને આર્થિક ભીંસથી આત્મઘાતી પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.