61 વર્ષીય આમિર ખાનની ત્રીજી પત્ની સાથે પહેલી કરવાચોથ

દેશભરમાં આજે ‘કરવાચોથ 2026’નો પવિત્ર તહેવાર ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવાઈ રહ્યો છે. પરણેલી મહિલાઓએ પોતાના પતિના દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્ય માટે આ વ્રત કરે છે. ખાસ તહેવાર પર બોલિવૂડ અને ટીવી જગતના કલાકારો પણ ઉત્સાહપૂર્વક તેને ઉજવે છે.

આમિર ખાન અને ગૌરી સ્પ્રેટનો ખાસ લુક

આમિર ખાને આ વર્ષે જુલાઈમાં ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કર્યા હતા, અને લગ્ન પછી આ તેની પહેલી કરવાચોથ છે. આ કપલ જ્યારે અનિલ કપૂરના ઘરે પહોંચ્યું, ત્યારે બંનેના પહેરવેશ પર સૌની નજર અટકી ગઈ હતી. ગૌરી સ્પ્રેટ ખૂબ જ સુંદર અને ટ્રેડિશનલ ભારતીય પોશાકમાં સજ્જ થઈને આવી હતી. તેના મોંઢા પર ચમક અને તહેવારનો ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો હતો. 61 વર્ષીય આમિર ખાને હંમેશાની જેમ પોતાના સિમ્પલ અંદાજથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. બોલિવૂડની ગ્લેમરસ પાર્ટીઓમાં પણ આમિર ખાન એકદમ સાદા અંદાજમાં ધોતી અને ચંપલ પહેરીને પહોંચ્યો હતો. તેની આ સાદગી અને અંદાજે ચાહકોનું દિલ જીતી લીધું છે.

બોની કપૂરની દીકરી અંશુલા કપૂરે આ વર્ષે 6 જુલાઈ 2026ના રોજ રોહન ઠક્કર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછીની આ તેની પ્રથમ કરવાચોથ છે. અંશુલા લાલ રંગના આઉટફીટમાં નવવધૂની જેમ પૂજા માટે પહોંચી હતી, જ્યાં તે મંગળસૂત્ર અને સિંદૂર સાથે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *