રાજકોટની સંકલ્પસિદ્ધ મંડળીના ચેરમેન સહિત બે સામે ફરિયાદ દાખલ

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી સંકલ્પસિધ્ધ ક્રેડિટ કો.ઓ.સોસાયટીમાં મુકેલાં ફીક્સ ડીપોઝીટનાં રૂ.3.10 લાખ અને ડેઈલી બચનાં રૂ.2000 મળી કુલ રૂ.3.12 લાખ પરત નહિ આપતાં મંડળીનાં અંસુમન મુકુંદભાઈ દવે અને જીતેન્દ્રસિંહ જાડેજા સામે રોકાણકાર ધીરૂભાઈ જખાનીયા (ઉ.વ.40)એ ગાંધીગ્રામ-2 યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 420, 34 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પત્ની અને પુત્રનું બચત ખાતું 2018માં ખોલાવ્યું હતું શાકભાજીનો ધંધો કરતાં ધીરૂભાઈએ પોલીસને જણાવ્યું હતું કે, મંડળીમાં ડેઇલી બચત ડીપોઝીટ કલેક્શનનું કામ કરતાં આરોપી જીતેન્દ્રસિંહે તેને વિશિષ્ટ થાપણ યોજનામાં રૂ.10 હજાર જમાં કરાવવા અને ડ્રો થયા બાદ રૂ.20 હજાર મળશે કહી 10 હજાર જમા કરાવ્યા હતા, જેની સામે FDનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. જ્યારે ડોક્યુમેન્ટનાં આધારે તેનું, તેના પત્ની અને પુત્રનું બચત ખાતું 2018માં ખોલાવ્યું હતું. જેમા દરરોજ રૂ.100 લેખે જમા કરાવવાનું શરૂ કર્યુ હતું. અને બે વર્ષ સુધી રકમ જમા કરાવતાં એ સમયે તેને સમયસર વ્યાજ પણ ચુકવવામાં આવતું હતુ. એટલું જ નહીં મુદત પુરી થતાં રકમ વ્યાજ સહિત આપી હતી.

બીજા દિવસે જતાં મંડળીને તાળા મારેલા હતાં ત્યારબાદ આરોપીએ ફિક્સમાં રૂપિયા મુકવાનું કહેતાં તેના નામે એક લાખ તેના પત્નીનાં નામે બે લાખ અને પુત્રનાં નામે 10 હજાર જમાં કરાવ્યા હતા. ફક્ત એટલું જ નહીં તેની પત્નીના બચત ખાતામાં 200 લેખે 10 દિવસમાં બે હજાર જમા કરાવ્યા હતાં. કોરોના સમયે આરોપી દૈનિક બચતનાં રૂપિયા લેવા આવતો બંધ થઈ ગયો હતો. તેથી, તે પરિવારજનો સાથે મંડળીએ ગયા હતાં જ્યાં ચેરમેન અંસુમાન દવે હાજર હતા તેને વાત કરી રોકાણનાં પૈસા પરત માંગતા તેણે બીજા દીવસે બોલાવ્યા હતા. બીજા દીવસે જતાં મંડળીને તાળા મારેલા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *