શહેરના ગોકુલધામ સોસાયટી નજીક આવેલ આંબેડકરનગરમાં રહેતા 25 વર્ષીય યુવકે બપોરે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા પરિવારમાં શોક છવાયો છે.
આ અંગેની વિગતો મુજબ, આંબેડકરનગર મેઇન રોડ રવિ પ્રોવિઝન સ્ટોરની બાજુમાં રહેતા રોહન હેમંતભાઈ ચૌહાણ(ઉં.વ.25)નામના યુવકે સોમવારે બપોરે બારેક વાગ્યા આસપાસ ઘરે ગળાફાંસો ખાઈ લેતા બનાવ અંગે જાણ થતા પરિવારે તુરંત 108 બોલાવી હતી.
108ના સ્ટાફે જોઈ તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો. જે બાદ માલવિયાનગર પોલીસ મથકના જમાદાર સારંગભાઈ ઓગાણિયા સહિતના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક એક બહેન એક ભાઇમાં નાનો હતો તેણે દર્શન એન્જિનિયરિંગ કોલેજમાંથી ડિપ્લોમાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો ત્યારે યુવકે ક્યાં કારણસર આ પગલું ભર્યું તે અંગે પરિવારને કોઈ જાણ ન હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.