રાજકોટ નજીક આવેલ ઉમરાળી ગામે રહેતા રીક્ષા ચાલક યુવાનની પત્ની કૌટુંબિક દિયર સાથે આપત્તિજનક સ્થિતિમાં મળી આવી હતી જે બાદ યુવાને આ બાબતે વાતચીત કરતા પિતરાઈએ ધક્કો મારી પછાડી દઈ ભાઈને જાનથી મારી નાખવા ધમકી આપી હતી અને પત્ની તથા સંતાનને બાઈકમાં બેસાડી નાસી છૂટ્યો હતો જેનો પીછો કર્યો પરંતુ તે મળી આવ્યા ન હતા. ત્યારબાદ ઘરે પરત આવી પિતરાઈની માતા, બહેન અને ભાઈએ ગાળો ભાંડી હતી. જેથી હાલ સમગ્ર મામલે આજીડેમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉમરાળી ગામ નજીક રહેતા રીક્ષા ચાલક યુવાને નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ભાવેશ તથા ભાવેશની બહેન દક્ષા, માતા કિરણબેન, ભાઈ રોહિતનું નામ આપી જણાવ્યું હતું કે, તેના લગ્ન 12 વર્ષ પહેલા થયા હતા અને સંતાનમાં બે દીકરા છે. ગઈકાલે બપોરના 3.15 વાગ્યે રીક્ષાનો ફેરો પુરો કરી ઘરે આવી ડેલી ખખડાવેલ તો પત્નીએ ડેલી ખોલી ન હતી જેથી ઘરની વંડી કુદીને ઘરની અંદર જતાં રૂમનો દરવાજો ખુલ્લો હતો અને રૂમની અંદર પત્ની તથા કૌટુંબીક કાકાનો દીકરો ભાવેશ બિભત્સ હાલતમા જોવા મળ્યા હતા. આ સમયે નાનો દીકરો ત્યાં રમતો હતો અને મોટો દીકરો સ્કુલે ગયો હતો.
ફરિયાદી યુવકે બંનેને બિભત્સ હાલતમાં જોઈ જતાં આરોપી ભાવેશ કહેવા લાગ્યો કે, આ વાત કોઇને કરતો નહી હુ ગામ મુકીને બહાર રહેવા જતો રહીશ. દરમ્યાન યુવકે પિતાને ફોન કરી સમગ્ર બાબતની જાણ કરી હતી. બાદ સાળાને ફોન કરી વાત કરતો હતો ત્યારે પત્ની અને ભાવેશે પોતાના કપડા પહેરી લીધા હતા અને બાદમાં પત્નીને આ બાબતે પુછતો હતો દરમિયાન ભાવેશ ઉશ્કેરાઇ ગયો હતો અને ધક્કો મારી યુવકને પછાડી દીધો હતો. આ સમયે ભાવેશ અને ફરિયાદી યુવકની પત્ની રૂમમાથી બહાર નીકળી ગયા હતા અને ભાવેશએ રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. જેથી રૂમની બારી ખોલીને બૂમાબૂમ કરતા પાડોશીઓ આવી ગયા હતા.