શહેરમાં આજી ડેમ ફાટક પાસે મોડી રાત્રીના ટ્રેનની ઠોકરે ચડી જતાં અજાણ્યા આશરે 40 વર્ષના યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજતાં આજી ડેમ પોલીસ મથકના જમાદાર મારવાણિયા સહિતના સ્ટાફે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તેની ઓળખ મેળવવા તેના વાલીવારસદારોની શોધખોળ હાથ ધરી વધુ તપાસ હાથ ધબરી છે.
જ્યારે બીજા બનાવમાં રીબડા રેલવે સ્ટેશન પાસે રાજકોટ-પોરબંદર રૂટની ટ્રેનની ઠોકરે ચડી જતાં અજાણ્યા વૃદ્ધ આશરે 60 વર્ષનું મોત નીપજતાં રેલવે પોલીસે મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વૃદ્ધની ઓળખ મેળવવા કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરમાં અન્ય એક બનાવમાં શહેરમાં રોગચાળો ઘટી રહ્યાનો આંકડા સાથે મનપાએ દાવો કર્યો હતો. દરમિયાન શીતળાધાર પાસે સરદાર ગૌશાળા નજીક રહેતા પરિવારની દોઢ વર્ષની પુત્રી તાવની બીમારીમાં પટકાયા બાદ સારવાર દરમિયાન મોત નીપજતાં તેના પરિવારમાં શોક છવાયો છે. શીતળાધાર પાસે રહેતા અનિલકુમાર જેસ્વાલની દોઢ વર્ષની દીકરી સ્વાતિ ત્રણેક દિવસથી તાવમાં પટકાતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે આ ત્રણેય બનાવ અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.