નવસારી, વલસાડ અને ડાંગમાં ધીમીધારે વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 103 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ખેડા અને માતરમાં 1-1 ઇંચ વરસાદ પડ્યો. ગઈકાલે સાંજના અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને શહેરના એસજી હાઈવે, ગોતા, ચાંદલોડિયા, થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. બીજી તરફ, મોટા ભાગના શહેરોના તાપમાનમાં 2.5°C સુધીનો વધારો જોવા મળ્યો છે. અમદાવાદ ફરી એકવાર સૌથી ગરમ શહેર રહ્યું.

સવારના 6થી બપોરના 12 વાગ્યા સુધીમાં 62 તાલુકામાં 13 મિમી સુધીનો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સારો વરસાદી માહોલ છે. દક્ષિણ ગુજરાતના છુટાછવાયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે (17 ઓગસ્ટ) દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન અને વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા અને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે.

5 ઓગસ્ટના ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાયો છે. 14 ઓગસ્ટે 28.6°C સાથે સૌથી ઓછું તાપમાન ધરાવતા સુરતમાં 15 ઓગસ્ટે 2.1°Cનો ઉછાળો આવીને તાપમાન 30.7°C થયું હતું, જ્યારે દમણમાં સૌથી વધુ 2°Cનો વધારો (29.6°Cથી વધીને 31.6°C) નોંધાયો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં 2.5°C (31°Cથી વધીને 33.5°C), અમદાવાદમાં 1.8°C (31.9°Cથી વધીને 33.7°C), રાજકોટમાં 1.5°C (31.3°Cથી વધીને 32.8°C) અને ભાવનગરમાં 1.4°C (31.8°Cથી વધીને 33.2°C)નો મોટો વધારો જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *