શહેરમાં સદર બજાર પાસેના જુમ્મા મસ્જિદ પાસે ઘોડી પાસાનો જુગાર રમતાં હોવાની માહિતીને આધારે પ્ર.નગર પોલીસે દરોડો પાડી જુગાર રમતા આશિફ યુસુફભાઇ બ્લોચ, અબ્બાસ પીરૂભાઇ બેલીમ, નયામત મુખ્તાર હુસેન કાદરી, તસ્લીમ ઉર્ફે તલો મેમણ, સબીર અમીનભાઇ ખાટકી, રફિક અબુભાઇ ચૌહાણને ઝડપી લઇ તેની પાસેથી 3880ની રોકડ સહિતની મતા કબજે કરી તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી છે.
અન્ય એક બનાવમાં શહેરમાં એસ.ટી. બસ સ્ટેશન પાસે ધૈર્ય ઇન્ફોસિસ નામે કમ્પ્યૂટર રિપેરિંગની દુકાન ચલાવતા અને ત્યાં જ રહેતા ભાવેશભાઇ મનહરલાલ ટાંક નામના આધેડનો તેની સાથે રહેતો 16 વર્ષનો સગીર પુત્ર રવિવારે તેની દુકાનેથી બહાર નીકળ્યા બાદ અચાનક લાપતા થઇ જતા તેને શોધખોળ કરી હતી તેમજ સગીરનો ફોન પણ બંધ આવતો હોય તેને જાણ કરતાં એ.ડિવિઝન પોલીસે ભાવેશભાઇની ફરિયાદ પરથી અપહરણનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે. પોલીસે આ બન્ને બનાવની વધુ તપાસ હાથ ધરી છે.