નવરાત્રિ પર્વ નિમિત્તે ગોંડલની ધોળકિયા ઇન્ટરનેશનલ સ્કૂલે મહિલાઓ માટે ‘ઓપન ગોંડલ ગરબા કોમ્પિટિશન’ યોજી. 350થી વધુ બહેનોએ ભાગ લઈ ગરબા કળાનું પ્રદર્શન કર્યું.
શાળાએ નવરાત્રિ પહેલા મહિલાઓ માટે દસ દિવસનો ‘ફ્રી ગરબા વર્કશોપ’ યોજ્યો હતો. આ સ્પર્ધા ફક્ત તે બહેનો માટે હતી, જેમણે વર્કશોપમાં તાલીમ લીધી.
કાર્યક્રમની શરૂઆત મા શક્તિની આરતી સાથે થઈ. બહેનોએ ટ્રેડિશનલ ગરબાના તાલે રાસ લીધા. સ્પર્ધા બે વયજૂથ કેટેગરીમાં વહેંચાઈ. ‘વેલ ડ્રેસ’ અને ‘વેલ પ્લે’ વિભાગના શ્રેષ્ઠ વિજેતાઓને ઇનામો અપાયા.
ખ્યાતિબા જાડેજા અને ધનશ્રી બાબરે નિર્ણયક તરીકે સેવા આપી. કેમ્પસ ડાયરેક્ટર જી.એમ. ગોકાણી, પ્રિન્સિપાલ ભાવનાબેન ઠક્કર, માનસી યાદવ, ધૃતિબેન મહેતા, ભાર્ગવ ઠુંમર સહિત ધોળકિયા સ્કૂલના સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવ્યો.