બોલિવૂડ ફિલ્મમેકર્સ ‘ધુરંધર 2’ને ફ્લોપ માનતા હતા!

આદિત્ય ધરના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’ બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવી રહી છે. આ દરમિયાન ફિલ્મ મેકર કુણાલ કોહલીએ ‘ધુરંધર 2’ પર એક મોટો ખુલાસો કર્યો છે. કુણાલે જણાવ્યું કે ફિલ્મના રિલીઝ પહેલા ઇન્ડસ્ટ્રીના ઘણા મોટા ડિરેક્ટર્સનું માનવું હતું કે, આ ફિલ્મ ફ્લોપ થઈ જશે.

‘ઇન્ડસ્ટ્રીએ ધુરંધરને સપોર્ટ આપ્યો નથી’

કુણાલ કોહલીએ સ્ક્રીન સાથેની વાતચીતમાં કહ્યું કે, જ્યારે ફિલ્મ રિલીઝ થવાની હતી, ત્યારે તેમણે ઘણા મોટા ડિરેક્ટર્સ સાથે વાત કરી હતી. કુણાલના મતે, ‘ઇન્ડસ્ટ્રીએ આ ફિલ્મને સપોર્ટ કર્યો ન હતો. મેં જે મોટા ડિરેક્ટર્સ સાથે વાત કરી, તેમનું કહેવું હતું કે ફિલ્મ સોમવારે બેસી જશે.’

‘પરંતુ સોમવારે ફિલ્મ બેસી જવાને બદલે વધુ ચાલવા લાગી.’ કુણાલે આગળ કહ્યું કે, ‘કોઈ ફિલ્મની સફળતા માટે ઇન્ડસ્ટ્રીનો સપોર્ટ હોવો જરૂરી નથી, દર્શકો પોતે નક્કી કરે છે કે ફિલ્મ કેવી છે.’

કુણાલે ફિલ્મના ‘જેન્યુઇન કલેક્શન’ની પ્રશંસા કરતા એવી ફિલ્મો પર નિશાન સાધ્યું, જે આંકડાઓ સાથે ચેડા કરે છે. તેમણે કહ્યું કે, ‘કેટલીક ફિલ્મો ફેક કલેક્શન બતાવે છે, તેમ છતાં તેમના આખા લાઇફટાઇમમાં 100 કરોડ કમાઈ શકતી નથી.’

‘જ્યારે, ‘ધુરંધર 2′ એ કોઈ પણ દેખાડા વગર એક દિવસમાં 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.’

તેમણે આદિત્ય ધર, રણવીર સિંહ અને જિયો સ્ટુડિયોઝને ભારતીય સિનેમાની સાચી ક્ષમતા બતાવવા બદલ અભિનંદન પાઠવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *