રાશિફળ : ૧૬/૦૪/૨૦૨૬

મેષ

Six of Swords

જૂની પરેશાનીઓ અને આર્થિક નુકસાનમાંથી બહાર આવીને તમે એક સારી રણનીતિ તરફ આગળ વધશો. ઘરનું વાતાવરણ ઘણું શાંત રહેશે. કોઈ લાંબી મુસાફરી અથવા સ્થળાંતરની યોજના બની શકે છે જે ભવિષ્ય માટે સુખદ સાબિત થશે. સંબંધોમાં આવેલી કડવાશ હવે દૂર થશે.

કરિયર: લોજિસ્ટિક્સ અને આઈટી પ્રોફેશનલ્સ માટે પ્રગતિનો દિવસ છે. નવા પ્રોજેક્ટ્સ મળી શકે છે.

લવ: પ્રેમ સંબંધોમાં સુધારો થશે. લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ ધરાવતા લોકો મુલાકાતનું આયોજન કરી શકશે.

સ્વાસ્થ્યઃ સાઈનસ કે એલર્જીની સમસ્યા થઈ શકે છે, ધૂળથી દૂર રહેવું.

લકી કલર: પર્લ વ્હાઇટ

લકી નંબર: 6


વૃષભ

The Tower

આજનો દિવસ અચાનક આવતા ફેરફારો અને જૂના બદલાવોનો છે. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી, મોટું રોકાણ જોખમી બની શકે છે. બિઝનેસમાં નવી નીતિઓ અપનાવવી પડશે. આ સમય સત્ય સ્વીકારી આગળ વધવાનો છે.

કરિયર: રિયલ એસ્ટેટ અને આર્કિટેક્ચર ક્ષેત્રના લોકો માટે પડકારજનક દિવસ. મેનેજમેન્ટમાં ફેરફાર આવી શકે છે.

લવ: કોઈ છુપાયેલું રહસ્ય સામે આવવાથી તણાવ થઈ શકે છે. વાણી પર સંયમ રાખવો.

સ્વાસ્થ્યઃ તાવ કે બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ પ્રત્યે સાવધ રહેવું.

લકી કલર: લાલ

લકી નંબર: 9


મિથુન

The Star

આજનો દિવસ આશા અને પ્રેરણાથી ભરેલો રહેશે. નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને જૂના રોકાણથી લાભ થશે. ઘરનું વાતાવરણ આધ્યાત્મિક અને સકારાત્મક રહેશે. મોટા સપનાઓ પૂરા કરવા માટે પાયો નાખવાનો આ યોગ્ય સમય છે.

કરિયર: તમારી ક્ષમતાની પ્રશંસા થશે. ફ્રીલાન્સર્સ અને નોકરી શોધતા લોકો માટે સારા સમાચાર મળશે.

લવ: સંબંધોમાં નવી ઊંડાઈ અને ભાવનાત્મક જોડાણ અનુભવાશે. જૂની તકરાર પૂરી થશે.

સ્વાસ્થ્યઃ ચામડીના રોગોમાં રાહત મળશે. આહારમાં એન્ટીઑકિસડન્ટનો સમાવેશ કરવો.

લકી કલર: કેરેમલ

લકી નંબર: 7


કર્ક

Page of Cups

આજનો દિવસ સર્જનાત્મકતા અને લાગણીઓનો સંગમ છે. પરિવારમાં કોઈ સારા સમાચાર કે આમંત્રણ મળી શકે છે. નાના રોકાણો ભવિષ્યમાં ફાયદાકારક રહેશે. કલાત્મક કાર્યોમાં રુચિ વધશે.

કરિયર: આર્ટસ અને ફેશન ડિઝાઇનિંગ સાથે જોડાયેલા લોકો માટે શ્રેષ્ઠ દિવસ. નવી તકો મળી શકે છે.

લવ: પાર્ટનર સાથે વિતાવેલો સમય માનસિક શાંતિ આપશે. સંબંધોમાં રોમાંસ વધશે.

સ્વાસ્થ્યઃ પૂરતું પાણી પીવું અને હાઇડ્રેટેડ રહેવું. ડાયરી રાઈટિંગ કે પેઈન્ટિંગ જેવી હોબી સમય આપવો.

લકી કલર: બેબી પિંક

લકી નંબર: 3


સિંહ

Judgement

તમારી સખત મહેનતનું પરિણામ આજે તમારી સામે હશે. જૂના વિવાદોનો અંત આવશે. આર્થિક રીતે અટકેલા નાણાં પાછા મળી શકે છે. દરેક સભ્ય પોતાની જવાબદારી સમજશે.

કરિયર: કાયદાકીય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે મોટી જીતનો દિવસ છે. નોકરી બદલવાનો નિર્ણય સાચો સાબિત થશે.

લવ: સંબંધોમાં પરિપક્વતા આવશે. ભૂતકાળની કોઈ વ્યક્તિ સાથે ફરી સંપર્ક થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ તણાવ ઓછો થશે. મેડિટેશન કરવાથી ફાયદો થશે.

લકી કલર: ગોલ્ડન યલો

લકી નંબર: 1


કન્યા

Four of Pentacles

આજનો દિવસ આર્થિક સુરક્ષા પર ધ્યાન આપવાનો છે. તમે બિનજરૂરી ખર્ચ પર અંકુશ લગાવશો. બિઝનેસમાં સુરક્ષિત રોકાણને પ્રાધાન્ય આપો. તમે આજે થોડા પ્રોટેક્ટિવ અને સંકોચ અનુભવી શકો છો.

કરિયર: એકાઉન્ટિંગ અને ઓડિટિંગ ક્ષેત્રના લોકો માટે ધ્યાન કેન્દ્રિત કરવાનો દિવસ છે. સ્થિર સંસ્થામાંથી ઓફર મળી શકે છે.

લવ: સંબંધોમાં પઝેસિવનેસ વધી શકે છે. પાર્ટનરને થોડી સ્પેસ આપવી જરૂરી છે.

સ્વાસ્થ્યઃ ડાયેટમાં ફાઈબર લેવું. હળવું સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવી.

લકી કલર: ડાર્ક ગ્રે

લકી નંબર: 4


તુલા

The Hanged Man

આજે તમારે રોકાવાની અને આત્મ-મંથન કરવાની જરૂર છે. કોઈપણ મોટો નિર્ણય અત્યારે ટાળવો હિતાવહ છે. વસ્તુઓને અલગ નજરિયાથી જોવાની કોશિશ કરો.

કરિયર: પ્રોજેક્ટની ડેડલાઇન વધી શકે છે. તમારી સ્કીલ્સને પોલિશ કરવા માટે આ સારો સમય છે.

લવ: સંબંધોમાં ઈગો છોડીને સમજૂતી કરવી પડી શકે છે. નવા સંબંધ શરૂ કરવા માટે ઉતાવળ ન કરવી.

સ્વાસ્થ્યઃ ગરદન અને ખભામાં તણાવ રહી શકે છે. પૂરતો આરામ કરવો અને યોગનો સહારો લેવો.

લકી કલર: ગ્રીન

લકી નંબર: 5


વૃશ્ચિક

Two of Swords

આજે તમે માનસિક દ્વિધા અનુભવી શકો છો. રોકાણ કે પાર્ટનરશિપ બાબતે કોઈ નિર્ણય લેવો મુશ્કેલ બનશે. ઘરનું વાતાવરણ થોડું શાંત રહેશે કારણ કે વાતચીત ઓછી થશે.

કરિયર: બે પ્રોજેક્ટ્સ વચ્ચે પસંદગી કરવી પડકારજનક રહેશે. પ્રાથમિકતાઓ નક્કી કરવાનો આ સમય છે.

લવ: પાર્ટનર સાથે વાતચીતમાં અવરોધ આવી શકે છે. સ્પષ્ટતા અને પ્રામાણિકતા રાખવી જરૂરી છે.

સ્વાસ્થ્યઃ વધુ પડતા મોબાઈલ કે લેપટોપના ઉપયોગથી માથાનો દુખાવો કે ચક્કર આવી શકે છે.

લકી કલર: મોવ

લકી નંબર: 9


ધન

Nine of Pentacles

તમારી મહેનતની પ્રશંસા થશે અને તમે સમૃદ્ધ જીવનશૈલીનો આનંદ માણશો. આર્થિક સ્થિતિ ઘણી મજબૂત રહેશે. બિઝનેસમાં તમારા નિર્ણયો નફો અપાવશે.

કરિયર: ફ્રીલાન્સર્સને હાઈ-પેઈંગ ક્લાયન્ટ્સ મળશે. તમારી કાર્યક્ષમતા તમને લીડર તરીકે સ્થાપિત કરશે.

લવ: પ્રેમમાં પરિપક્વતા અને આઝાદીનો અનુભવ થશે. સિંગલ લોકો માટે આકર્ષણમાં વધારો થશે.

સ્વાસ્થ્યઃ સ્પા કે મસાજથી થાક ઉતરશે. ફિટનેસ માટે નવો નિર્ણય લઈ શકો છો.

લકી કલર: લેવેન્ડર

લકી નંબર: 3


મકર

Wheel of Fortune

જીવનમાં મોટો અને સકારાત્મક બદલાવ આવશે. ભાગ્ય સાથ આપશે. આર્થિક રીતે તમે ખૂબ જ મજબૂત સ્થિતિમાં હશો. અટકેલા કાર્યો ઝડપથી પૂરા થશે.

કરિયર: મેનેજમેન્ટના લોકો માટે ગોલ્ડન તક છે. આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સની જવાબદારી મળી શકે છે.

લવ: સંબંધોમાં રોમાંસ અને સમજણ વધશે. કોઈ મોટો સરપ્રાઈઝ કે મુલાકાત શક્ય છે.

સ્વાસ્થ્યઃ સ્ટેમિના સારો રહેશે. સુપરફૂડ્સ અને તાજા જ્યુસ લેવાથી ચેહરા પર ચમક આવશે.

લકી કલર: ચારકોલ

લકી નંબર: 8


કુંભ

Three of Wands

તમારા વિઝન અને કાર્યક્ષેત્રના વિસ્તરણનો દિવસ છે. ભવિષ્ય માટે મોટી યોજનાઓ બનાવશો. આત્મવિશ્વાસ અને સામાજિક માન-સન્માન વધશે.

કરિયર: ઈન્ટરનેશનલ ટ્રેડ કે લોજિસ્ટિક્સ સાથે જોડાયેલા લોકો માટે સફળતાનો દિવસ છે. મોટી કંપનીમાંથી ઓફર મળી શકે છે.

લવ: પાર્ટનર સાથે મળીને વિદેશ પ્રવાસ કે લાંબી યાત્રાનું પ્લાનિંગ કરી શકો છો. સંબંધોમાં સ્થિરતા આવશે.

સ્વાસ્થ્યઃ સવારની તાજી હવામાં ચાલવું અને ઊંડા શ્વાસ લેવાથી સ્વાસ્થ્ય સુધરશે.

લકી કલર: નિયોન ગ્રીન

લકી નંબર: 5


મીન

Four of Cups

બધું સામાન્ય હોવા છતાં તમે થોડો કંટાળો અને એકલતા અનુભવશો. સારી તકો સામે હોવા છતાં તમે તેને સ્વીકારવામાં આળસ કરી શકો છો. આંતરિક શાંતિ શોધવાની જરૂર છે.

કરિયર: ઓફિસમાં નવી તકો મળી શકે છે, પણ રુચિના અભાવે તે હાથમાંથી જઈ શકે છે. સક્રિય રહેવું જરૂરી છે.

લવ: સંબંધોમાં ભાવનાત્મક અંતર અનુભવાય. પાર્ટનર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવાની જરૂર છે.

સ્વાસ્થ્યઃ પાચન અને મેટાબોલિઝમ માટે ભારે ખોરાક ટાળવો. માનસિક રીતે અશાંતિ અનુભવાય તો શાંત વાતાવરણમાં બેસવું.

લકી કલર: બેજ

લકી નંબર: 7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *