રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં દારૂનું મોટું નેટવર્ક ધરાવતો જંગલેશ્વરનો લિસ્ટેડ બુટલેગર ફિરોઝ સંધી આખરે રાજકોટ પીસીબીના હાથે ઝડપાઇ ચુક્યો છે. આરોપી ફિરોઝ રાજસ્થાનના સપ્લાયર સાથે રાજસ્થાન નજીક અમીરગઢ બોર્ડર પાસેથી અન્ય રાજ્યમાં નાસી છૂટે એ પહેલા પોલીસે તેને સપ્લાયર સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી ફિરોઝ સંધી વિરુધ્ધ છેલ્લા 20 વર્ષમાં 35 ગુના રાજકોટ શહેર જિલ્લા ઉપરાંત મોરબીમાં નોંધાઈ ચુક્યા છે અને 7 વખત પાસા હેઠળ પણ ધકેલાઈ ચુક્યો છે. તાજેતરમાં SMC દ્વારા કુવાડવા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવેલ 70 લાખનો દારૂ પણ ફિરોઝનો જ હોવાનું ખુલતા ફૂવડવા પોલીસ સ્ટેશનના પીઆઇ વસાવાને સસ્પેન્ડ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી.
રાજકોટ શહેરના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તાજેતરમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આર.કે. ઇન્ડસ્ટ્રીયલ ઝોનના ગોડાઉનમાં દરોડો પાડી રૂ.70.38 લાખનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો અને આ દારૂનો જથ્થો જંગલેશ્વરના લિસ્ટેડ બુટલેગર ફિરોઝ સંધીનો જ હોવાનું સામે આવતા કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવ હતી જેના બીજા દિવસ PCB દ્વારા આ જ ગોડાઉનમાંથી ગોડાઉનમાંથી પ્લાસ્ટિક વેસ્ટનાં સંખ્યાબંધ બાચકાની આડમાં છુપાવેલ 40 પેટી એટલે કે 1920 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવ્યો હતો જેથી કુવાડવા પોલીસમાં વધુ એક ગુનો દાખલ કરી ફિરોઝને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.