બેંગલુરુ સીઝનમાં ત્રીજી મેચ હાર્યું

ગુજરાત ટાઇટન્સે IPLમાં ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 4 વિકેટથી હરાવ્યું. ટીમને આ સીઝનમાં પાંચમી જીત મળી છે, જ્યારે RCB ત્રીજી મેચ હારી છે. બેંગલુરુ 12 પોઇન્ટ્સ સાથે બીજા સ્થાને છે, જ્યારે ગુજરાત 10 પોઇન્ટ્સ સાથે પાંચમા નંબર પર છે.

અમદાવાદમાં ગુજરાતે ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. બેંગલુરુ 19.2 ઓવરમાં 155 રન પર ઓલઆઉટ થઈ ગયું. યજમાન ટીમે 156 રનનો ટાર્ગેટ 15.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો. રાશિદ ખાને સુયશ શર્માના બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી.

મેચમાં એક પણ ફિફ્ટી ના લાગી, ગિલ ટૉપ સ્કોરર રહ્યો

આ મેચમાં કોઈ પણ બેટર ફિફ્ટી ના ફટકારી શક્યું. ગુજરાતનો કેપ્ટન શુભમન ગિલ મેચમાં ટૉપ સ્કોરર રહ્યો. તેણે 43 રન બનાવ્યા. બીજી તરફ, બેંગલુરુના દેવદત્ત પડિકલે 40 રનની ઇનિંગ રમી.

ગુજરાત તરફથી અરશદ ખાને 3 વિકેટ ઝડપી હતી. જેસન હોલ્ડર અને રાશિદ ખાનને 2-2 વિકેટ મળી હતી. સિરાજ-રબાડાને એક-એક વિકેટ મળી હતી. એક બેટર રનઆઉટ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *