અદાણી પોર્ટ્સનો નફો 10% વધ્યો

દેશની સૌથી મોટી પોર્ટ ઓપરેટર અદાણી પોર્ટ્સે 30 એપ્રિલે નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. આ ક્વાર્ટરમાં કંપનીનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ 10% વધીને ₹3,329 કરોડ રહ્યો. ગયા નાણાકીય વર્ષના આ જ ક્વાર્ટરમાં તે ₹3,014 કરોડ હતો.

કંપનીની આવક પણ વાર્ષિક ધોરણે 26%ના વધારા સાથે ₹10,737 કરોડ પર પહોંચી ગઈ છે. પરિણામોની સાથે જ અદાણી પોર્ટ્સના બોર્ડે નાણાકીય વર્ષ 2025-26 માટે શેર દીઠ ₹7.50ના ડિવિડન્ડની ભલામણ કરી છે. આ માટે શુક્રવાર, 12 જૂનને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે.

500 MMT કાર્ગો હેન્ડલ કરનાર પ્રથમ ભારતીય ઓપરેટર

કંપનીએ જણાવ્યું કે તે એક વર્ષમાં 500 MMT (મિલિયન મેટ્રિક ટન) થી વધુ પોર્ટ કાર્ગો વોલ્યુમ હેન્ડલ કરનાર પ્રથમ ભારતીય ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ ઓપરેટર બની ગઈ છે.

APSEZ એ નાણાકીય વર્ષ 2026 માટે તેના તમામ લક્ષ્યો (ગાઈડેન્સ) ને પાછળ છોડી દીધા છે. કંપનીએ ₹38,000 કરોડ રેવન્યુ, ₹22,800 કરોડ EBITDA અને ₹11,000-12,000 કરોડના કેપેક્સનું લક્ષ્ય રાખ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *