રાજકોટના નવલનગર વિસ્તારમાં રહેતા પ્રતાપ હસમુખભાઈ જરીયા (ઉં.વ.32)એ આજે સવારે 11 વાગ્યાં આસપાસ આજીડેમ પાસે યુવરાજનગર પાછળ, રાંદરડા તળાવના પાણીમાં અચાનક કૂદકો માર્યો હતો જેથી તે ડૂબવા લાગ્યો હતો. જો કે આ દ્રશ્ય સ્થાનિકો જોઈ જતા ત્યાં હાજર સ્થાનિકો પૈકી કેટલાક લોકોએ આ યુવકનો જીવ બચાવવા તળાવના પાણીમાં પડ્યા હતા અને પ્રતાપને પાણી બહાર કાઢી તાત્કાલિક 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
પ્રતાપભાઈને સંતાનમાં 2 દીકરીઓ હોવાનું અને તે ઓનલાઇન પાર્સલ ડિલિવરીનું કામ કરતા હોવાનું સામે આવ્યું છે. આજીડેમ પોલીસ દ્વારા યુવકનું નિવેદન નોંધી આપઘાતના પ્રયાસ અંગે કારણ પૂછતાં ઘર કંકાસ જવાબદાર હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસ નિવેદન નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.
બહેન-બનેવી અને મોટાભાઈએ વારસાઈ મિલકતમાં ભાગ માંગતા બ્રોકરે ફિનાઈલ પીધું કોઠારીયા રોડ પર આવેલી સીતારામ સોસાયટીમાં રહેતા અને કાર લે-વેચનું કામ કરતા અમીનભાઈ હુસેનભાઇ કાયાણી (ઉ.વ.29) ગઈકાલે સાંજે 6 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતો, ત્યારે ફિનાઈલ પી લેતા સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. બનાવ અંગે જાણ થતા આજીડેમ પોલીસે હોસ્પિટલ પહોંચી પુછપરછ કરતા અમીન કાયાણી કાર લે-વેચનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે.