રાજકોટમાં સતત બીજા દિવસે ડ્રગ ઝડપાયું

રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા સતત બીજા દિવસે માદક પદાર્થના જથ્થા સાથે નામચીન શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જંકશન વિસ્તારમાં રહેતા અને ફ્રૂટનો ધંધો કરતા રમેશ ઉર્ફે મુન્નાની ધરપકડ કરી તેની પાસેથી મેફેડ્રોન ડ્રગ, ચરસ, હાઈબ્રીડ ગાંજો અને સૂકો ગાંજો મળી કુલ 9.68 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે પોલીસે કુખ્યાત પેડલર ટીકડા અને તેના મિત્રની અમદાવાદ હાઇવે પરથી મેફેડ્રોન ડ્રગ સાથે ધરપકડ કરવામાં આવી હતી.

માદક પદાર્થ મળી કુલ 9.68 લાખનો મુદામાલ જપ્ત

રાજકોટ શહેર SOG ટિમ પેટ્રોલિંગ હતી દરમિયાન તેઓને ચોક્કસ બાતમી મળી હતી કે, અગાઉ હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપી રમેશ ઉર્ફે મુન્નો માદક પદાર્થ વેચવા માટે લાવ્યો છે જેથી પોલીસે લાલ બહાદુર વિસ્તારમાં આરોપીના ઘરે દરોડો કરતા તેના ઘરેથી માદક પદાર્થનો અલગ અલગ જથ્થો મળી આવ્યો હતો જેમાં મેફેડ્રોન ડ્રગ, ચરસ, હાઈબ્રીડ ગાંજો, અને સૂકા ગાંજાનો સમાવેશ થાય છે આ તમામ માદક પદાર્થ મળી કુલ 9.68 લાખનો મુદામાલ જપ્ત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *