BAPS સ્વામિનારાયણ મંદિરમાં અક્ષર દેરીમાં પૂજા-અર્ચના કરી

ગોંડલના વિશ્વપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે આજે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલના અભિનેતા દિલીપ જોશી દર્શનાર્થે પહોંચ્યા હતા. ‘જેઠાલાલ’ તરીકે જાણીતા દિલીપ જોશીએ અક્ષર દેરીના દર્શન કર્યા અને આરતીમાં ભાગ લીધો.

ટીવી જગતના લોકપ્રિય અભિનેતા દિલીપ જોશીએ મંદિર પરિસરમાં આવેલી પવિત્ર અક્ષર દેરી ખાતે શીશ નમાવી દર્શન કર્યા હતા. તેમણે અક્ષર દેરીમાં આરતીમાં પણ હાજરી આપી હતી અને પૂજા-અર્ચના કરી હતી.

પોતાના માનીતા કલાકારને મંદિરમાં જોઈને ઉપસ્થિત હરિભક્તો અને ચાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક લોકો પોતાના પ્રિય ‘જેઠાલાલ’ની એક ઝલક મેળવવા આતુર હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *