અઢી લાખનો ડ્રેસ અને એક લાખના સેન્ડલ

આલિયા ભટ્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ફિલ્મ ‘ડોન્ટ બી શાય’નું મુંબઈમાં ગુરુવારે ખાસ સ્ક્રીનિંગ યોજાયું. આ ઇવેન્ટમાં આલિયા ભટ્ટ પતિ રણબીર કપૂર અને સાસુ નીતૂ કપૂર સાથે પહોંચી હતી. આ ઇવેન્ટમાં સૌથી વધુ આલિયા ભટ્ટના ડ્રેસે સૌનું ધ્યાન ખેંચ્યું.

અઢી લાખનો ખાસ ડિઝાઇનર ડ્રેસ

‘ડોન્ટ બી શાય’ના સ્ક્રીનિંગ ઇવેન્ટમાં આલિયા ભટ્ટે ડિઝાઇનર આશિષ ગુપ્તાનો ખાસ ફૉલ 2026 રેડી ટુ વેર કલેક્શનનું સિક્વન ટોપ અને સ્કર્ટ પહેર્યું હતું. સિલ્વર કલરના સિક્વન પર યેલો, પિંક, બ્લુ અને રેડ કલરના ફ્લાવર્સ બનેલા હતા. ટોપના ગોળ ગળાં અને શોર્ટ સ્લીવ્સ પર સિલ્વરની મોટી સિક્વન બોર્ડર આપવામાં આવી છે. આશિષ ગુપ્તાના આ કલેક્શનની કિંમત ₹1,50,000 થી 2,50,000થી વધુની છે. સોશિયલ મીડિયા પર આલિયાના ડ્રેસની કિંમત અઢી લાખ સુધીની અંદાજવામાં આવી રહી છે.

આલિયાએ આ સિલ્વર સિક્વન ડ્રેસમાં ડ્રામા એડ કરવા માટે તેણે એક્વાઝુરા બ્રાન્ડની ચમકતા ક્રિસ્ટલ અને બૉ ડિઝાઇન ધરાવતી ડાર્ક ગ્રીન કલરની પમ્પ્સ (હાઈ હીલ્સ) પહેરી હતી. આ વેરી બૉ ટાઇ ક્રિસ્ટલ પમ્પ્સની કિંમત અંદાજે ₹1,05,000થી વધુ આંકવામાં આવી રહી છે. આલિયાએ ડ્રેસ સાથે મેચિંગ સિલ્વર ઇયરરિંગ પહેરી હતી. સાથે જ મિનિમલ મેકઅપ સાથે તેણે વાળને વચ્ચે પાર્ટિશન કરીને ખુલ્લા રાખ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *