ફુગવાળી મલાઈ, શંકાસ્પદ પનીર મળતા 3 ડેરી સીલ

રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરીજનોના આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સતત ચેકિંગ કરાઈ રહ્યું છે. જે અંતર્ગત આજે 26 જૂનના રોજ ફૂડ સેફ્ટી ઓફિસર્સની ટીમોએ ત્રણેય ઝોનમાં વ્યાપક દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન પનીર અને મલાઈનું ઉત્પાદન તેમજ વિતરણ કરતી ત્રણ મોટી પેઢીઓમાં ગંભીર બેદરકારી, અસ્વચ્છતા અને ભેળસેળ જોવા મળતા આ ત્રણેયને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન અને ઈસ્ટ ઝોનમાં પણ ખાણી-પીણીની દુકાનોમાં સઘન ચેકિંગ કરીને 636 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરીને હજારો રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.ફૂડ વિભાગમાંથી જાણવા મળતી વિગત મુજબ, લાતી પ્લોટ, 150 ફૂટ રીંગ રોડ અને કોઠારીયા મેઇન રોડ જેવા વિસ્તારોમાં આવેલી પનીર અને ડેરી પ્રોડક્ટ્સ બનાવતી સંસ્થાઓમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ફુગવાળી મલાઈ અને શંકાસ્પદ પનીરનો સંગ્રહ મળી આવતા તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી હતી.

ફોરચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સને 5000નો દંડ આ કામગીરીમાં પ્રથમ પેઢી ફોરચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ, જે લાતી પ્લોટ શેરી નંબર 4માં છે, ત્યાં ફૂડ વિભાગે દરોડો પાડ્યો હતો. આ પેઢીમાં અત્યંત અસ્વચ્છ વાતાવરણ વચ્ચે કામગીરી થતી હોવાનું માલૂમ પડ્યું હતું. ત્યાંથી પનીર લુઝના સેમ્પલ લેવામાં આવ્યા હતા. હાઈજીનની ગંભીર ક્ષતિઓ બદલ આ પેઢીને ₹ 5000નો વહીવટી દંડ ફટકારવામાં આવ્યો હતો અને તેના પ્રીમાયસિસને સંપૂર્ણ સીલ કરી દેવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *