પંજાબ આ સીઝનમાં સતત ચોથી મેચ હાર્યું

IPLમાં સોમવારે દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટથી હરાવ્યું છે. પંજાબની આ સતત ચોથી હાર છે. આ સાથે જ દિલ્હીએ ધર્મશાલાના HPCA ગ્રાઉન્ડ પર IPLનો હાઇએસ્ટ ટાર્ગેટ ચેઝ કર્યો.

દિલ્હીએ ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પંજાબે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 210 રન બનાવ્યા હતા. દિલ્હીએ આ ટાર્ગેટ 19મી ઓવરમાં 7 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો.

આ જીત સાથે દિલ્હીના 12 મેચમાં 10 પોઇન્ટ્સ થઈ ગયા છે. બીજી તરફ, પંજાબના 11 મેચમાં 6 જીત સાથે 13 પોઇન્ટ્સ છે.

210 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી દિલ્હીની શરૂઆત નબળી રહી હતી અને ટીમે પાવરપ્લેમાં જ 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ અક્ષર પટેલ (56) અને ડેવિડ મિલરે (51) જવાબદારી સંભાળતા ઇનિંગને સ્થિર કરી હતી. બંને બેટર્સે પાંચમી વિકેટ માટે 64 રનની ભાગીદારી કરી ટીમને કમબેક કરાવ્યું હતું. અંતમાં ઇમ્પેક્ટ પ્લેયર આશુતોષ શર્માએ 10 બોલમાં 24 રન ફટકારીને ટીમને જીતની નજીક લાવી દીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *