સરકારે કહ્યું, પેટ્રોલ-ડીઝલ અને LPGની અછત નથી

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે સરકારે દેશમાં ઇંધણની અછતની અફવાઓને નકારી કાઢી છે. સરકારે સોમવારે નાગરિકોને ખાતરી આપી કે દેશમાં પેટ્રોલ, ડીઝલ કે LPGની કોઈ અછત નથી.

આ નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઇંધણ પર નિર્ભરતા ઘટાડવા અને બચત કરવાની અપીલ કર્યાના એક દિવસ પછી આવ્યું છે.

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયાના સંકટને કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠામાં અવરોધ ચોક્કસપણે આવ્યો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.

જોકે, ભારત સરકારે સામાન્ય ગ્રાહકોને કોઈપણ અસુવિધા વિના ઇંધણનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે ઘણા અસરકારક પગલાં લીધાં છે.

સુજાતા શર્માએ માહિતી આપી હતી કે ભારત પાસે ક્રૂડ ઓઇલનો પર્યાપ્ત ભંડાર છે. તેમણે જણાવ્યું કે અમારી રિફાઇનરીઓ સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહી છે અને તેમાં કોઈ અવરોધ નથી.

દેશના કોઈપણ પેટ્રોલ પંપ કે એલપીજી ડિસ્ટ્રીબ્યુટરશિપ પર સ્ટોક ખતમ થવાનો કોઈ રિપોર્ટ મળ્યો નથી. પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ઘરોમાં રસોઈ બનાવવા માટે એલપીજીનો પુરવઠો સતત ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *