ધોરાજીમાં વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન સંચાલિત પવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સંતાન પ્રાપ્તિ માર્ગદર્શન પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોના આધારે ઉત્તમ વ્યક્તિત્વનું નિર્માણ કરવાનો હતો
કાર્યક્રમમાં વક્તાઓએ જણાવ્યું હતું કે વિદ્યા ભારતી સહિત વિવિધ સામાજિક સંસ્થાઓ સમાજના સર્વાંગી વિકાસ માટે અનેક પ્રકલ્પો ચલાવી રહી છે. આ પ્રકલ્પો ભારતીય સંસ્કૃતિ, સંસ્કારો અને મૂલ્યોના આધારે ઉત્તમ વ્યક્તિત્વના નિર્માણ પર ભાર મૂકે છે.