સીરિયલ ‘કુબૂલ હૈ’માં ઝોયાના નામથી ફેમસ થયેલી ટીવી એક્ટ્રેસ સુરભિ જ્યોતિ અને તેના પતિ સુમિત સૂરીના ઘરે દીકરીનો જન્મ થયો છે. સુરભિએ 13 જૂન, શનિવારે પોતાની દીકરીને જન્મ આપ્યો છે. આની જાણકારી તેણે 14 જૂન, રવિવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને આપી.
સુરભિએ તસવીર સાથે લખ્યું કે, ‘અમારી દીકરી આવી ગઈ છે અને અમારું હૃદય પ્રેમ અને આભારથી ભરેલું છે.’ આ પોસ્ટ પછી ટીવી ઇન્ડસ્ટ્રીના કલાકારો અને તેમના નજીકના લોકોએ કપલને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું છે.
સુરભીએ ઇન્સ્ટાગ્રામ પર એક ખાસ ફોટો શેર કર્યો છે, જેના પર ‘ઇટ્સ અ ગર્લ’ (It’s a girl) લખેલું છે. આ ફોટોમાં જન્મની તારીખ 13 જૂન પણ લખેલી છે. સુરભીની આ પોસ્ટ પર કમેન્ટ કરતા એક્ટ્રેસ હિના ખાને ‘માશાલ્લાહ’ લખ્યું. જ્યારે એક્ટર અરિજીત તનેજાએ લખ્યું, ‘અભિનંદન મિત્રો’.