દશેરા પહેલાં SBIના ગ્રાહકોને ઝટકો!

ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા રેપો રેટમાં વધારા બાદ હવે SBIએ હોમ લોનના વ્યાજમાં વધારો કરવાની જાહેરાત કરી છે. SBIએ હોમ લોનના વ્યાજમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે, જેનો અર્થ છે કે હવે તમારે વધુ પૈસા ચૂકવવા પડશે. હવે તમારી લોનની મુદત વધી શકે છે અથવા તમારી હોમ લોનની માસિક હપ્તાની રકમ પણ વધી શકે છે.

જોકે, આ વ્યાજ તમામ પ્રકારની લોન પર લાગુ નહીં થાય, કારણ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેના એક્સટર્નલ બેન્ચમાર્ક લિંક્ડ રેટ (EBLR) અને રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR)માં વધારો કર્યો છે. તેથી આ બેન્ચમાર્ક સાથે જોડાયેલી લોન ધરાવતા ગ્રાહકો માટે હપ્તા વધશે. એસબીઆઈના સુધારેલા EBLR-લિંક્ડ વ્યાજદર 15 ઓક્ટોબર, 2026થી અમલમાં આવી ગયા છે.

તેની અસર બાકી મૂળ રકમ, લાગુ પડતા વ્યાજદર અને બાકી રહેલી મુદત પર નિર્ભર રહેશે. માત્ર 0.25 ટકાના નજીવા વધારાથી પણ લાંબા ગાળાની લોનની મુદતમાં ચુકવણીનો બોજ વધી શકે છે, તેથી લોન લેનાર વ્યક્તિ માટે પોતાની લોનની ગણતરી કરવી ખૂબ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *