અભિનેતા ટાઇગર શ્રોફ પર રવિવારે સાંજે મુંબઈમાં ગોળીબાર થયો. આ ઘટનામાં તેમનો ડ્રાઇવર અને એક અન્ય વ્યક્તિ ઘાયલ થયા. ટાઇગર પોતાના ડ્રાઇવરને લઈને હોસ્પિટલ પહોંચ્યા. પોલીસના જણાવ્યા મુજબ, ટાઇગર સુરક્ષિત છે. પોલીસે તેમની સુરક્ષા વધારી દીધી છે. સમગ્ર ઘટનાના 3 વીડિયો સામે આવ્યા છે.
રવિવારે સાંજે 7 વાગ્યે ટાઇગરની કાર જુહુના પુષ્પા પાર્ક પહોંચે છે. કારમાં ટાઇગર આગળની સીટ પર બેઠા હતા અને ડ્રાઇવર ગાડી ચલાવી રહ્યો હતો. આ દરમિયાન ત્યાં શૂટર્સે ગોળીબાર શરૂ કરી દીધો.
શૂટર્સે ટાઇગર શ્રોફની કારને નિશાન બનાવીને 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું. અચાનક થયેલી ફાયરિંગથી ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ.
ફાયરિંગ દરમિયાન ટાઇગરના ડ્રાઇવરને ગોળી વાગતાં તે ઘાયલ થઈ ગયો. ત્યાર બાદ તે કારમાંથી બહાર નીકળી આવ્યો. ડ્રાઇવર ઘાયલ થયા બાદ કાર ચલાવવાની જવાબદારી ટાઇગરે પોતે સંભાળી.