ઝીણા ઝીણા ઉડે રે ગુલાલ…અમદાવાદમાં જીગરાએ હજારો ખેલૈયાઓને ડોલાવ્યા

આઠમા નોરતાની રાત્રે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં ખેલૈયાઓ મનભરીને ગરબે ઘૂમ્યા. અમદાવાદમાં જીગરદાન ગઢવી સંગ હજારો ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા. તો વડોદરામાં કૈરવી બુચનો જાદુ છવાયો.

રાજકોટની ક્લબ યુવીના રાસોત્સવમાં એક સાથે 10 હજાર ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા. આઠમના દિવસે સુરત અને વડોદરામાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ દેવી-દેવતાઓના સ્વરૂપમાં જોવા મળ્યા.

અમદાવાદમાં યુવતીઓ ગરબે ઘૂમી, પોલીસની SHE ટીમ ગ્રાઉન્ડમાં ખડેપગે રહી
અમદાવાદમાં ન્યુ સાયન્સ સિટી રોડ પર જીગરદાન ગઢવીની સાચી નવરાત્રીમાં સોલા પોલીસ સ્ટેશનની SHE ટીમ ફરજ બજાવતા જોવા મળી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *