પેરા એશિયન ગેમ્સ- ઓપનિંગ સેરેમનીમાં પ્રમોદ-સિમરણે તિરંગો લહેરાવ્યો

જાપાનના આઈચી-નાગોયામાં પાંચમી પેરા એશિયન ગેમ્સની ઉદ્ઘાટન સમારોહ રવિવારે યોજાયો. સેરેમનીમાં ભારત તરફથી પેરાલિમ્પિક્સના ગોલ્ડ મેડલ વિજેતા પ્રમોદ ભગત અને સિમરન શર્માએ ભારતીય દળનું નેતૃત્વ કર્યું. બંનેએ નાગોયાના પાલોમા મિઝુહો સ્ટેડિયમમાં ભારતના ધ્વજવાહક બન્યા.

આ વખતે પેરા એશિયન ગેમ્સ 18થી 24 ઑક્ટોબર સુધી યોજાશે. જાપાનના સમ્રાટ નારુહિતોએ ગેમ્સના ઉદ્ઘાટનની જાહેરાત કરી.

ભારતે 281 સભ્યોનું દળ મોકલ્યું

પેરા એશિયન ગેમ્સ માટે રમત મંત્રાલયે 168 એથ્લેટ્સ સહિત કુલ 281 સભ્યોના ભારતીય દળને મંજૂરી આપી છે. દળમાં 98 ટીમ અધિકારીઓ અને સપોર્ટ સ્ટાફ, જ્યારે 15 કોન્ટિજન્ટ સ્ટાફના સભ્યો સામેલ છે.

ભારતીય દળના 168 એથ્લેટ્સ 11 અલગ-અલગ રમતોમાં પડકાર રજૂ કરશે. તેમાં 112 પુરુષ અને 56 મહિલા એથ્લેટ્સ સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *