ટ્રકમાં પતરાના બેરલની આડમાં છૂપાવેલો રૂ.26.88 લાખના દારૂ સાથે સુરતનો શખ્સ ઝડપાયો

શહેરમાં દારૂબંધી માત્ર નામની જ હોય તેવું લાગી રહ્યું છે. મૂળ સુરતનો અને રાજકોટમાં રહી શ્રીજી રોડવેઝ ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવિંગનો વ્યવસાય કરતો 29 વર્ષીય ભાવીન પ્રકાશભાઇ અગ્રાવત સ્વાતિ પાર્ક મેઇન રોડ પર ટ્રક સાથે ઊભો હતો ત્યારે LCB ઝોન – 1 ની ટીમે બાતમીના આધારે રેડ પડી હતી અને તપાસ કરતા ટ્રકમાં પતરાના બેરલની આડમાં છૂપાવેલો રૂ.26.88 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 13,440 ચપલા કબજે કર્યા હતા. આ ઉપરાંત ટ્રક, 112 બેરલ અને મોબાઈલ મળી રૂ.37,03,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ શખ્સ આજીડેમ પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયો હોવાથી આજીડેમ પોલીસને સોંપવામાં આવ્યો હતો જેથી હવે આ શખ્સ કોને દારૂનો જથ્થો પહોંચાડવા માટે આવ્યો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય બનાવ શહેરના આનંદનગર મેઇન રોડ ઉપર મધુરમ પાર્ક શેરી નંબર 2 મા સારથી મકાનમાં રહેતા 26 વર્ષીય ડૉ. ઉત્સવી અંબરીશભાઇ અમીપરાએ ફોરવ્હીલ કાર નં G 03 NF 4483 ના ચાલક સામે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આજે બપોરે 3.30 વાગ્યાની આસપાસ નાગરિક બેંક ચોકમાંથી કારમાં બેસી પસાર થતા હતા ત્યારે બસ સ્ટેન્ડ તરફથી એક કાર પૂર ઝડપે આવી હતી. જેથી તે કાર ભટકાઈ હતી અને તેથી ગાડીનો કાચ વાગતા યુવતીનું માથું સીટ સાથે ભટકાયું હતું અને તેથી ઈજા પહોંચી હતી. યુવતીએ અજાણ્યા કારચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *