વાસાવડમાં નવરાત્રી માટે બાળાઓ ગરબાની પ્રેક્ટિસ

ગોંડલ: ભાદરવા મહિનાનો શ્રાદ્ધપક્ષ ચાલી રહ્યો છે, ત્યારે માં આદ્યશક્તિના નવલા નોરતાને ગણતરીના દિવસો બાકી છે. ગુજરાતભરમાં નવરાત્રીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

વાસાવડ ગામમાં બાળાઓ ગરબાની પ્રેક્ટિસ કરતી જોવા મળી રહી છે. તેઓ ત્રણ તાળી, ડોઢીયો, હીંચ અને ચાલતી જેવા અલગ અલગ રાસ શીખી રહી છે. ગરબા ગવડાવતી બહેનો અને વાદ્યવૃંદ પણ પ્રેક્ટિસમાં જોડાયા છે.

ગોંડલના વાસાવડમાં લગભગ સાતથી આઠ ગરબીઓ થાય છે. જેમાં શ્રી શક્તિવિજય ગરબી મંડળ ભગતગેટ, શ્રી ખોડિયાર ગરબી મંડળ ઢોરાપા, શ્રી અંબિકા ગરબી મંડળ ખાંટપરા, શ્રી રામ વિજય ગરબી મંડળ છીંડીપા, શ્રી વાઘેશ્વરી ગરબી મંડળ નાગરવાડા અને દેવી પૂજકવાસની ચારબાય ગરબી મંડળનો સમાવેશ થાય છે.

દરેક ગરબી મંડળના સંચાલકો બાળાઓને રાસ શીખવવા સખત મહેનત કરી રહ્યા છે. બાળાઓ અભ્યાસ સાથે જગદંબાની ઉપાસનાની તૈયારીઓમાં ઉત્સાહભેર ભાગ લઈ, લુપ્ત થતી જૂની પરંપરાને જીવંત રાખી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *