વરસાદને પગલે પ્રાચીન અને શેરી ગરબીઓ બંધ

નવરાત્રિનો સાતમો દિવસ છે. નવરાત્રિના પાવન પર્વમાં આજે રવિવારની રજાનો ઉત્સાહ રાજકોટના ખેલૈયાઓ માટે નિરાશામાં ફેરવાયો છે. શહેર અને આસપાસના વિસ્તારોમાં સતત વરસેલા ધોધમાર વરસાદને કારણે મોટાભાગના ગરબા ગ્રાઉન્ડની સ્થિતિ બગડી ગઈ છે, જેના પગલે રાજકોટની મોટાભાગની પ્રાચીન અને શેરી ગરબીઓ આજે બંધ રાખવામાં આવી છે.

નવરાત્રિના છઠ્ઠા દિવસે રંગીલા રાજકોટવાસીઓએ મા આદ્યશક્તિની ભક્તિ સાથે અવનવા સ્ટેપ સાથે ગરબા રમી બૂમ પડાવી હતી. મુંજકા ગામ નજીક વિશ્વા પાર્ટીપ્લોટ ખાતે પહેલીવાર મંડળી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં વચ્ચે સ્ટેજ પર બેઠા-બેઠા ગાયક દ્વારા ગરબા ગાયને ખેલૈયાઓને ગરબે રમાડવામાં આવ્યાં હતાં. ખેલૈયાઓએ પણ અવનવા સ્ટેપ સાથે રાસની રમઝટ બોલાવી હતી. તો રૈયારોડ ઉપર હનુમાન મઢી ચોક પાસે મોમાઈ ગરબી મંડળની બાળાઓના મોગલ રાસ અને યુવાનોના અઠીંગો રાસે ખાસ આકર્ષણ સર્જયું હતું. આ સાથે રાસવિલા બાય સ્પોર્ટ્સ વીલા ખાતે ખેલૈયાઓની રાસ રમતી મનમોહક તસવીરો કેમેરામાં કેદ થઈ હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *