ચોમાસામાં બિસ્માર માર્ગોને કારણે ખેડૂતો અને વિદ્યાર્થીઓ બેહાલ

ગોંડલ તાલુકાના 10થી 12 હજારની વસ્તી ધરાવતા સુલતાનપુર ગામને આજુબાજુના વિસ્તારો સાથે જોડતા કાચા ગાડા માર્ગો પર ડામર રોડ કરવા માટે સુલતાનપુર ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ, ગાંધીનગરને રજૂઆત કરાઇ છે.

સુલતાનપુરના સરપંચ રમાબેન કાકુભાઈ વાછાણી, ઉપસરપંચ નિરુ કાનજીભાઈ વૈષ્ણવ અને પંચાયતના સદસ્યઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે, ગામમાં ઔદ્યોગિક વસાહતો, શૈક્ષણિક સંસ્થાઓ, રવિવારી બજાર અને 26 ગામોને આવરી લેતું પોલીસ સ્ટેશન છે.

અમરેલી જિલ્લાની સરહદ નજીક હોવાથી આસપાસના 10થી 12 જેટલા ગામોના લોકો ખરીદી, રોજગાર અને શિક્ષણ માટે અહીંથી ગોંડલ તરફ અવરજવર કરે છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્રના અગ્રણી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જવા માટે પણ ખેડૂતો અને વેપારીઓ આ જ માર્ગોનો વ્યાપક ઉપયોગ કરે છે.

હાલમાં આ માર્ગો કાચા હોવાથી ચોમાસા દરમિયાન સંપૂર્ણપણે બિસ્માર બની જાય છે. પરિણામે ઇમરજન્સીની સ્થિતિમાં દર્દીઓ અને સ્થાનિક લોકોને 30થી 35 કિલોમીટરનો વધારાનો ફેરો કરીને ગંતવ્યસ્થળે પહોંચવું પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *