ગોંડલમાં ભાદરની પાણીની પાઈપલાઈન તૂટી, 40 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા

ગોંડલ નજીક ભાદર ડેમની મુખ્ય પાણીની પાઇપલાઇનમાં મોટું ભંગાણ સર્જાયું છે. પાણીનું પ્રેશર એટલું ભયંકર હતું કે સર્વિસ રોડ પરનો પાકો ડામર તોડીને પાણીના ઊંચા ફુવારા હવામાં 30થી 40 ફૂટ સુધી ઉડ્યા હતા. આકાશી ફુવારાઓને કારણે રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પરનો વાહન વ્યવહાર પણ થોડીવાર માટે થંભી ગયો હતો અને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સર્વિસ રોડનો ડામર ચીરીને નીકળ્યો ‘પાણીનો જ્વાળામુખી’ મળતી માહિતી મુજબ, રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ગોંડલ રામદ્વાર તરફથી ઉમવાળા ચોકડી તરફ જતા સર્વિસ રોડ નીચેથી ભાદરની મુખ્ય પાણીની લાઇન પસાર થાય છે. આજે અચાનક જ આ લાઇનમાં મોટું ગાબડું પડ્યું હતું. પાઇપલાઇનમાં પાણીનું પ્રેશર એટલું પ્રચંડ હતું કે તેણે ડામરના મજબૂત રોડને પણ ચીરી નાખ્યો હતો.

ડામર તોડીને બહાર નીકળેલા પાણીના જોરદાર ફુવારાની સાથે કાંકરા, પથ્થર અને ધૂળ પણ હવામાં ઉડ્યા હતા. આ ભયાનક અને આશ્ચર્યજનક નજારો જોઈને હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *