કોઠારીયામાં પૂર્વ પત્ની અને સાળીના ત્રાસથી કંટાળી યુવકનો આપઘાત

શહેરમાં કોઠારીયા રોડ પર વિવેકાનંદ સોસાયટીમાં રહેતા અમિન પઠાણ (ઉ.વ.38) નામના યુવકે પોતાના ઘરે તેની પુર્વ પત્ની અને સાળીના ત્રાસથી કંટાળી વિડીયો બનાવી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા ભકિતનગર પોલીસે તપાસ કરતા આત્મઘાતી પગલું ભરતા પહેલા યુવકે પોતાના મોબાઈલમાં એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેણે પત્ની અને સાળીના ત્રાસને કારણે પોતે આ પગલું ભરી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. શનિવારે બપોરે દવા પીધા બાદ યુવકને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં મોડી રાત્રે તેનું મોત નીપજ્યું હતું.

મૃતકના પુત્રના જણાવ્યા અનુસાર, તેના માતા-પિતાના લગ્ન 17 વર્ષ પહેલા થયા હતા અને ઘરકંકાસને કારણે 2013માં તેઓએ જ્યુડિશિયલ છૂટાછેડા લીધા હતા. જોકે, 2016માં સમાધાન થતાં તેઓ ફરી સાથે રહેવા લાગ્યા હતા. પરંતુ ત્રણ મહિના પહેલા ફરી ઝઘડો થતાં પત્ની ઘર છોડીને તેની બહેનના ઘરે જતી રહી હતી. હાલ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

પત્નીને ભરણપોષણ નહીં ચુકવનાર પતિને 116 દિવસની જેલ રાજકોટમાં રહેતા યાસ્મીનબેન શાહમદારએ પોતાના પતિ ફારૂકશા અયુબશા શાહમદાર વિરુધ્ધ ભરણ પોષણ મેળવવા ફેમીલી કોર્ટમાં અરજી કરી હતી. તેમાં કોર્ટએ અરજદારને માસીક રૂ.6000 ચુકવવા તેવો હુકમ કર્યો હતો. જે હુકમનું પાલન કરતા ન હોવાથી મહિલાએ તેમના એડવોકેટ અમીત ગડારા મારફત ચડત ભરણ પોષણની રકમ રૂ.1,25,000 મેળવવા રાજકોટની ફેમીલી કોર્ટમાં અરજી કરી હતી. જેમાં ચડત રકમ રૂ.55000 ભરપાઇ કરી બાકીની રકમ રૂ.70 હજાર ભરેલ ન હોય અને વોરંટ બજવણી ટાળતા જેલ સજા કરવા કોર્ટને રજુઆત કરી હતી. જેને ધ્યાનમાં રાખી કોર્ટ દ્વારા સામાવાળાને ચડત બાકી રકમ રૂ.70,000 ન ભરવાની કસુર બદલ 116 દિવસની સાદી જેલ સજા કરવાનો હુકમ કર્યો હતો. તેમજ જેલ સજાની અમલવારી કરવા સબબ જેલ સજાનું પકડ વોરંટ એસ.પી. ઓફિસ, જામનગરને મોકલવામાં આવ્યું છે અને તાત્કાલીક પકડીને જેલમાં મોકલી આપી રિપોર્ટ કરવા હુકમ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *