કુવાડવામાં લાપતા યુવકની કૂવામાંથી લાશ મળી

થતા પરિવારે શોધખોળ કરતા તેની વાડીના કૂવામાંથી લાશ મળી આવી હતી. બનાવને પગલે કુવાડવા પોલીસે તપાસ કરતા મૃતક યુવાનને છેલ્લા ત્રણેક માસથી માનસિક બીમારી હોય જેથી કંટાળી પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કુવાડવા ગામે રહેતા રાણાભાઇ રત્નાભાઇ બાહુકિયા (ઉ.વ.40) તેના ઘેરથી નીકળી ગયા બાદ લાપતા થતા તેના પરિવારે શોધખોળ કરી હતી. દરમ્યાન લાપતા યુવકની તેની વાડીના કૂવામાં લાશ તરતી હોવાની જાણ થતા તેના પરિવારજનો સહિતે જાણ કરતા કુવાડવા અને ફાયરબિગ્રેડ સ્ટાફે પહોચી મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી તપાસ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *