રાજકોટ જિલ્લામાં ઓગસ્ટ માસમાં થયેલા ભારે વરસાદથી કૃષિપાકોને થયેલા નુકસાન અંગે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ, પડધરી, જસદણ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, ગોંડલ, કોટડાસાંગાણી અને લોધિકા તાલુકામાં “ખાસ કૃષિ રાહત પેકેજ- 2024” જાહેર કરવામાં આવ્યું છે.
“ખાસ કૃષિ રાહત પેકેજ”નો લાભ લેવા માટે 33 ટકા કે તેથી વધુ પાક નુકસાની હોય તેવા ખેડૂત ખાતેદારોએ ડિજિટલ ગુજરાત (digitalgujarat) પોર્ટલ પર ગ્રામ્યકક્ષાએ વી.સી.ઈ મારફત ગામનો નમૂનો 8-અ, તલાટીનો વાવેતર અંગેનો દાખલો અથવા 7/12, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ (આઇએફએસસી કોડ સાથે), સંયુક્ત ખાતાધારકે સંમતિપત્રક/ કબૂલાતનામું જેવા સાધનિક કાગળો સાથે તા.31મી સુધીમાં ઓનલાઇન અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી તૃપ્તિ પટેલની યાદીમાં જણાવાયું છે.