અમદાવાદમાં પહેલીવાર મુંબઈએ જીતનો સ્વાદ ચાખ્યો

મુંબઈ ઈન્ડિયન્સે (MI) IPL સીઝનમાં સતત 4 મેચ હાર્યા બાદ જીત મેળવી લીધી છે. ટીમે સોમવારે ગુજરાત ટાઇટન્સ (GT) પર 99 રનથી જીત નોંધાવી હતી. આ ઉપરાંત મુંબઈએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLના ઇતિહાસમાં પહેલી જીત મળી છે.

અમદાવાદમાં ગુજરાતે ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટ પર 199 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ 15.5 ઓવરમાં 100 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

તિલક વર્માની સદીએ મુંબઈને 200 સુધી પહોંચાડ્યું

પહેલા બેટિંગ કરી રહેલી મુંબઈની ટીમે પાવરપ્લેમાં 48 રન બનાવવામાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર ક્વિન્ટન ડી કોક 13, ડેબ્યૂ મેચ રમી રહેલા દાનિશ માલેવર 2 અને નમન ધીર 45 રન બનાવીને આઉટ થયા હતા.

200 રનના ટાર્ગેટને ચેઝ કરી રહેલી ગુજરાતની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે પહેલા જ બોલે વિકેટ ગુમાવી દીધી હતી, જ્યારે બુમરાહે સાઈ સુદર્શનને ડેબ્યૂ મેચ રમી રહેલા ક્રિષ ભગતની મદદથી કેચ આઉટ કરાવ્યો હતો. ટીમે પાવરપ્લેમાં 45 રન બનાવવામાં 3 વિકેટ ગુમાવી દીધી હતી, જેમાં જોસ બટલર (5 રન) અને કેપ્ટન શુભમન ગિલ (14 રન)ની વિકેટ સામેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *