સોમવાર, 20 એપ્રિલના રોજ શેરબજારમાં સામાન્ય વધારો જોવા મળ્યો. સેન્સેક્સ 27 પોઈન્ટ વધીને 78,520 પર બંધ થયો. નિફ્ટી 11 પોઈન્ટ વધીને 24,365 પર બંધ થયો. બેંકિંગ, મીડિયા અને ઓટો શેરોમાં ખરીદી જોવા મળી. સેન્સેક્સના 30 શેરોમાંથી 18 શેરોમાં ઘટાડો થયો અને 12 શેરોમાં વધારો રહ્યો.
આ પહેલા શુક્રવારે એટલે કે 17 એપ્રિલે સેન્સેક્સ 505 પોઈન્ટ (0.65%) ના ઉછાળા સાથે 78,494 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 157 પોઈન્ટ્સ (0.65%) નો ઉછાળો જોવા મળ્યો હતો, તે 24,354 પર બંધ થયો હતો.