અજાણ્યા વાહને અડફેટે લેતા યુવાનનું મોત

રાજકોટ શહેરના પારેવડી ચોકમાં હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે જેમાં અજાણ્યા વાહને અડફેટે લેતા અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં યુવાનનું નામ બ્રિજપાલ હોવાનું જાણવા મળ્યું છે જેથી બી. ડિવિઝન પોલીસે તેના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે સાથે જ પોલીસે અજાણ્યા વાહનના ચાલકને પકડવા તજવીજ શરૂ કરી છે.

યુવાનની ઉંમર આશરે 30 વર્ષની હોવાનું તારણ છે અને તે ગઈકાલે રાત્રિના 8.30 વાગ્યે કુવાડવા રોડ ભારત પેટ્રોલ પંપની સામે પારેવડી ચોકની આગળ અકસ્માત સબબ ઈજાગ્રસ્ત પડેલ હોવાની જાણ થતા 108ના ઇએમટી કિશનભાઈ એમ્બયુન્સ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. યુવાનને માથામાં તેમજ શરીરના ભાગે ઈજા પહોંચતા તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અહીં ચાલુ સારવાર દરમિયાન મોડી રાત્રે 12.15 વાગ્યે મોત નીપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *