રાજકોટમાં રણજી ટ્રોફીની સૌરાષ્ટ્ર-છત્તીસગઢ મેચ ડ્રો થઈ

રણજી ટ્રોફી 2026-27નો 11 ઓક્ટોબર 2026થી પ્રારંભ થયો હતો. જેમાં ટુર્નામેન્ટની સૌરાષ્ટ્ર અને છત્તીસગઢ વચ્ચેની લીગ મેચ નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી.

સૌરાષ્ટ્રએ બીજી ઇનિંગ્સમાં 67 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 229 રન બનાવી ઇનિંગ ડિકલેર કરી હતી. જેમાં ચિરાગ જાનીએ 215 બોલમાં 16 ચોગ્ગાની મદદથી અણનમ 127 રન બનાવ્યા હતા. હાર્વિક દેસાઈએ 120 બોલમાં 10 ચોગ્ગા સાથે 68 રન બનાવ્યા હતા. જય ગોહિલે અણનમ 29 રન બનાવ્યા હતા.

આમ આ મેચ ડ્રો થઈ હતી. પહેલી ઇનિંગમાં સૌરાષ્ટ્રને લીડ મળી હતી. તેથી સૌરાષ્ટ્રને 3 પોઇન્ટ અને છત્તીસગઢને 1 પોઇન્ટ મળ્યો હતો.

પહેલી ઇનિંગ્સમાં 102 રન બનાવવા અને ત્રણ વિકેટ લેવા બદલ રવીન્દ્ર જાડેજાને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કર્યા હતા.

સૌરાષ્ટ્રે છત્તીસગઢ સામે પહેલી ઇનિંગ્સમાં 392 રન બનાવ્યા. પ્રેરક માંકડે 129 રનની ઇનિંગ્સ રમી, જ્યારે રવીન્દ્ર જાડેજાએ 102 રન બનાવ્યા. માંકડ અને જાડેજા વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 205 રનની ભાગીદારી થઈ. જાડેજાને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આઉટ કર્યો. ચિરાગ જાનીએ પણ 83 રન બનાવ્યા.

જવાબમાં છત્તીસગઢ 312 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. જેમાં રવીન્દ્ર જાડેજાએ 3 વિકેટ ઝડપી હતી. કેપ્ટન જયદેવ ઉનડકટ, ચેતન સાકરિયા અને અંકુર પવારે 2-2 વિકેટ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *