વેસ્ટર્ન રેલવેમાં માન્યતા પ્રાપ્ત યુનિયન માટેની ચૂંટણી 11 વર્ષ બાદ યોજાઈ હતી. તા.4થી 6 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી ચૂંટણીમાં રેલવેના તમામ નાના-મોટા કર્મચારીઓએ મતદાન કર્યું હતું જેનું પરિણામ 12 ડિસેમ્બરને ગુરુવારે જાહેર કરવામાં આવ્યું હતું. રેલવે યુનિયનની ચૂંટણીમાં સમગ્ર વેસ્ટર્ન રેલવેમાં કુલ 26,236 મત સાથે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ વિજેતા થયું હતું. જ્યારે સામે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયનને 25,511 જેટલા મત મળ્યા હતા. જ્યારે બીજી બાજુ રાજકોટ રેલવે ડિવિઝનમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘને 1711 મત મળ્યા હતા અને વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયનને 1741 મત મળતા નજીવી સરસાઈથી 30 મતે વિજેતા થયા હતા.
પશ્ચિમ રેલવેમાં મહારાષ્ટ્ર નવનિર્માણ રેલવે કામગર સેના, પશ્ચિમ રેલવે કર્મચારી પરિષદ, રેલવે મજદૂર યુનિયન, સ્વતંત્ર રેલવે બહુજન કર્મચારી યુનિયન, વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન અને વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ વચ્ચે ચૂંટણી થઈ હતી.રાજકોટ ડિવિઝનમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘને 1711 મત મળ્યા હતા જ્યારે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયનને 1741, જ્યારે પશ્ચિમ રેલવે કર્મચારી પરિષદને 1301 મત મળ્યા હતા. સમગ્ર વેસ્ટર્ન રેલવેમાં 725 મતથી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ પ્રથમ ક્રમે વિજેતા રહ્યું હતું. 4થી 6 ડિસેમ્બર દરમિયાન મતદાન થયું હતું.