રાજકોટમાં ધો.1થી 12ના 98,533 વિદ્યાર્થીના APAAR ID જનરેટ, શૈક્ષણિક ઈતિહાસ, ઉપલબ્ધિનો રેકોર્ડ રખાશે

હાલ રાજકોટ સહિત રાજ્યભરની શાળાઓના બાળકો માટે APAAR ID બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં ચાલી રહી છે. APAARનું આખું નામ ઓટોમેટિક પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી છે. આ ID વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક પ્રગતિને ટ્રેક કરે છે. વિદ્યાર્થીઓનો શૈક્ષણિક ઈતિહાસ, ઉપલબ્ધિનો રેકોર્ડ રખાશે. અપારની બ્રોશરમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ID દરેક વિદ્યાર્થીના શૈક્ષણિક ઇતિહાસનો વિગતવાર અને કાયમી રેકોર્ડ બનાવવામાં મદદ કરશે. જેમાં અભ્યાસક્રમો, માર્કસ, પ્રમાણપત્રો સહિત વિવિધ સંસ્થાઓમાંથી મળેલી સિદ્ધિઓનો સમાવેશ થશે.

આ બધું ડિજી લોકર સાથે એકીકરણ દ્વારા શક્ય બનશે. અપાર આઈડી કેન્દ્ર સરકારની ‘વન નેશન વન સ્ટુડન્ટ આઈડી’’ યોજના હેઠળ બનાવવામાં આવી રહી છે. આમાં દરેક વિદ્યાર્થીને 12 અંકનો યુનિક આઈડી નંબર મળશે. અપાર આઈડીની નોંધણી સત્તાવાર વેબસાઇટ https://apaar.education.gov.inની મુલાકાત લઈને કરવાની રહેશે. જોકે આ કામગીરી શાળાઓએ પૂર્ણ કરવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *