TP શાખાની ઝાટકણી કાઢી હાઈકોર્ટનો મનપાને ₹50,000નો દંડ

રાજકોટ મહાનગરપાલિકા સાથે જોડાયેલા બે અગત્યના કાનૂની ચુકાદા સામે આવ્યા છે. પ્રથમ કિસ્સામાં ગુજરાત હાઇકોર્ટે મનપાની ટાઉન પ્લાનિંગ શાખાની ઝાટકણી કાઢી અરજદારને ₹50,000 ચૂકવવાનો આદેશ કર્યો છે, જ્યારે બીજા કિસ્સામાં ટેક્સનો ચેક બાઉન્સ થતાં રકમ ભરપાઈ કરાયા છતાં રાજકોટ અદાલતે આરોપીને 6 માસની કેદની સજા ફટકારી ₹1,41,205નું વળતર ચૂકવવાનો ચુકાદો આપ્યો છે.

પ્રથમ કિસ્સો: ટાઈટલ વિવાદના નામે બાંધકામ પરવાનગી રદ્દ કરી જયરાજ પ્લોટ શેરી નં.4/11માં આવેલા સીટી સર્વે વોર્ડ નં.4 અને સીટી સર્વે નં.1142 ની મિલકત રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી કલ્પેશ ગઢીયા અને ભરત ગઢીયાએ ખરીદી હતી. જ્યાં ટીપી શાખાની મંજૂરીથી બાંધકામ શરૂ કર્યું હતું. આ દરમિયાન દિગવિજયસિંહ ચૌહાણે રજૂઆત કરી હતી કે આ મિલકતમાં તેમનો હક્ક છે. પોલીસમાં પણ રજૂઆત કરી ચેપ્ટર કેસ કર્યો હતો.

કોર્પોરેશનની નોટિસ બાદ ખરીદારોએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ આધારે કાયદેસરના માલિક અને કબ્જેદાર છે તથા ફરિયાદી પાસે કોઈ ટાઇટલ નથી છતાં મનપાએ ટાઈટલ ડિસ્પ્યુટ ગણાવી બાંધકામ પરવાનગી અચાનક સ્થગિત કરી દીધી હતી.

હાઇકોર્ટના જસ્ટિસ નિખિલ કરેલે મનપા સામે સવાલો ઉઠાવ્યા હતા કે શું કોર્પોરેશન પાસે ટાઈટલ નક્કી કરવાની કે સિવિલ કોર્ટ જેવી સત્તા છે? મનપા યોગ્ય જવાબ ન આપી શકતાં હાઇકોર્ટે બાંધકામ અટકાવવાનો હુકમ રદ્દ કર્યો હતો અને અરજદારને ₹50,000 દંડ પેટે ચૂકવવા રાજકોટ મનપાને આદેશ કર્યો હતો.

બીજો કિસ્સો: મિલકત વેરાનો ચેક બાઉન્સ થતાં આસામીને 6 માસની કેદ RMCના ટેક્સ વિભાગ દ્વારા મિલકત વેરો વસૂલવાની કામગીરી દરમિયાન વોર્ડ નં. 10માં આવેલી મિલકતના વપરાશકાર અને કબજેદાર ગોવિંદદાસ વલ્લભદાસ વાગડીયાએ બાકી વેરા પેટે યુનિયન બેંક ઓફ ઈન્ડિયાનો રૂ. 94,137નો ચેક આપ્યો હતો. મનપાએ આ ચેક બેંકમાં જમા કરાવતા તે પરત ફર્યો હતો. આ અંગે કાયદેસરની નોટિસ આપવા છતાં રકમ જમા નહીં થતાં મનપા દ્વારા નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ અદાલતમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *