પ્રભાસ કાળા કપડાં, ટોપી ને ચશ્મામાં દેખાયો, દીપિકા પર વાર્તા લીક કરવાનો આરોપ

દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાએ પોતાની આગામી ફિલ્મ ‘સ્પિરિટ’નું નવું પોસ્ટર રવિવારે સોશિયલ મીડિયા પર શેર કર્યું.

પોસ્ટરમાં ફિલ્મના મુખ્ય અભિનેતા પ્રભાસ કાળા કપડાં, ટોપી અને ચશ્મામાં જોવા મળી રહ્યા છે. તેમનો લુક ઘણો ગંભીર દેખાઈ રહ્યો છે.

આ સાથે ફિલ્મની રિલીઝ તારીખ પણ જાહેર કરવામાં આવી છે. ‘સ્પિરિટ’ 29 ઑક્ટોબર 2027ના રોજ દિવાળીના અવસરે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, પ્રણય રેડ્ડી વાંગા અને પ્રભાકર રેડ્ડી વાંગા ફિલ્મના નિર્માતા છે.

મેકર્સે આ પહેલાં ફિલ્મમાંથી 2026ના નવા વર્ષના દિવસે પ્રભાસનો પહેલો લુક જાહેર કર્યો હતો. પોસ્ટરમાં તેઓ પીઠ પર ઈજાના નિશાન સાથે ગંભીર અંદાજમાં જોવા મળ્યા હતા.

પોસ્ટરમાં ફીમેલ લીડ તૃપ્તિ ડિમરી પ્રભાસના પાત્રને સિગારેટ સળગાવતી જોવા મળી હતી. જણાવી દઈએ કે ફિલ્મમાં વિવેક ઓબેરોય પણ છે. ઐશ્વર્યા દેસાઈ આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહી છે.

સ્પિરિટમાંથી દીપિકા પાદુકોણના બહાર થવાને લઈને ફિલ્મ ચર્ચામાં આવી હતી. અહેવાલો અનુસાર, દીપિકાએ દરરોજ માત્ર 6થી 8 કલાકની શિફ્ટમાં કામ કરવાની શરત રાખી હતી, જેના માટે દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા સહમત નહોતા.

દરમિયાન, સંદીપ રેડ્ડી વાંગાના ભાઈ પ્રણય રેડ્ડી વાંગાએ સ્પિરિટમાંથી દીપિકાના બહાર થવાને લઈને મોટો દાવો કર્યો હતો.

NTVને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે દીપિકાએ ફિલ્મ માટે ભારે ફી સાથે 10% નફામાં હિસ્સો માગ્યો હતો. નિર્માતાઓ તેમની માગ સાથે સંમત થયા નહોતા. ત્યારબાદ તેમણે અન્ય કલાકારો પર વિચારવાનું શરૂ કર્યું હતું. પ્રણયના જણાવ્યા મુજબ, આ દરમિયાન ફિલ્મની વાર્તા અને પાત્રોને લગતી માહિતી લીક થઈ ગઈ હતી. તેમણે કહ્યું હતું કે આનાથી દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા નારાજ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *