બિલ્ડિંગના 5મા માળે કામ કરતી વેળાએ પટકાતાં કિશોરનું મોત

રાજકોટ નજીક કણકોટ રોડ પર નવા બંધાતા બિલ્ડિંગ સાઇડ પર રહેતો અને મૂળ દાહોદનો અજય કેશુભાઇ ભૂરિયા (ઉ.15) શનિવારે બિલ્ડિંગમાં કામ કરતી વેળાએ પાંચમા માળેથી પટકાતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.જ્યારે બીજા બનાવમાં શાપર-વેરાવળમાં મીના ગેટ પાસે રહેતા ગોવિંદભાઇ દેવરાજભાઇ વિજાણી (ઉ.45) નદીના કાંઠે ચબૂતરા પાસે બેઠા હતા ત્યારે અચાનક પડી જતા તેને ગંભીર હાલતમાં વધુ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *